હાલાકી:શામળાજીથી માલપુરના ગલીયા દાંતી ને. હાઈવે પર પડેલા 36 કટ દૂર કરાયા

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડિવાઇડર તોડી બિનઅધિકૃત 36 કટ પાડતાં અકસ્માતો સર્જાયાની બૂમ ઉઠી હતી

શામળાજી ગોધરા નેશનલ હાઈવે પર ઠેરઠેર બિનઅધિકૃત રીતે કટ પાડવામાં આવ્યા હોવાથી અકસ્માત થતાં હોવાની બૂમ ઉઠતાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પત્ર લખીને હાઈવે ઓથોરિટીને જાણ કરાતાં જેના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસની દેખરેખ હેઠળ શામળાજી થી માલપુરના ગલીયા દાંતી નેશનલ હાઈવે પર ગેરકાયદે પાડવામાં આવેલા 36 જેટલા કટ દૂર કરવા હાઇવે ઓથોરિટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. શામળાજી-મોડાસા અને માલપુર નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી લોકોએ ડિવાઈડર અથવા હાઈવેની વોલ તોડી ગેરકાયદે હોટલ આગળ તેમજ ધંધા રોજગારના સ્થળે 36 જેટલા કટ પાડ્યા હતા. પરિણામે હાઈવે પરથી પસાર થતા વાહનોના અકસ્માતો સર્જાતા નિર્દોષ રાહદારી અને નાના મોટા વાહન ચાલકોઅકસ્માતનો ભોગ બનતા હોવાની બૂમ ઉઠી હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડાના ધ્યાને આ બાબત આવતાં તેમણે હાઈવે પર પાડવામાં આવેલા કટ તાકીદે દૂર કરવા હાઈવે ઓથોરિટીને પત્ર દ્વારા જાણ કરતાં હાઇવે ઓથોરિટી દ્વારા શામળાજીથી માલપુરના ગલીયા દાંતી નેશનલ હાઈવે વચ્ચેના કટ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...