સમસ્યા:બાયડના ગાબટમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં ગ્રાહકો લાલઘૂમ

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા દસ દિવસથી વીજ ધાંધિયાથી કંટાળેલા ગ્રામજનોનીઆંદોલનની ચીમકી

બાયડના ગાબટમાં છેલ્લા દસ દિવસ ઉપરાંતના સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં પ્રજા અસહ્ય ગરમી અને ઉકળાટમાં તોબા પોકારી ઉઠી છે વીજ કંપનીમાં વારંવાર ફરિયાદ નોંધાવવા છતાં પરિસ્થિતિ જૈસે થે રહેતા ગાબટના અગ્રણીઓએ સાઠંબા વીજ કંપનીની કચેરી આગળ વીજપુરવઠાના પ્રશ્ને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ગાબટ માં દિવસે અને રાત્રે વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં રહીશો વીજ પુરવઠા પ્રશ્ને લાલઘૂમ થઈ ગયા છે

બપોરના સમયે અને રાત્રિ સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અસહ્ય ગરમી અને ઉકળાટમાં લોકો તોબા પોકારી ઉઠયા છે ગાબટના અગ્રણી પટેલ અરવિંદભાઈ શામળભાઈ અને વિનયભાઈ મહેશભાઇ પટેલે જણાવ્યું કે છેલ્લા દસ દિવસ ઉપરાંતના સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી નાના લઘુ ઉદ્યોગ ધંધા ઉપર માઠી અસર પડી છે. તદુપરાંત ગાબટ પંથકમાં મોટાભાગના ખેડૂતો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સાંજે તેઓ દૂધ કાઢવાના મશીન દ્વારા પશુઓનું દૂધ દોહવાના ટાઈમે વીજ પુરવઠો ખોરવાતાં પશુપાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પરિણામે દૂધના ઉત્પાદન ઉપર માઠી અસર પડવાની આશંકા ખેડૂતોમાં સેવાઇ રહી છે ગાબટ સબ સ્ટેશન અને સાઠંબા વીજ કંપનીમાં વારંવાર રજૂઆત કરી ફરિયાદ નોંધાવા છતાં યોગ્ય વીજ કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા ગાબટ ના ગ્રામજનોએ સાઠંબા વીજ કંપનીની કચેરી આગળ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગાબટમાં વીજ કંપનીનો હેલ્પર જ નથી
ગ્રામજનોએ જણાવ્યું હતું કે બાયડ તાલુકામાં સૌથી મોટા ગણાતા ગાબટ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વીજ કંપનીનો રેગ્યુલર હેલ્પર જ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં રેગ્યુલર લાઇન ન હોવાના કારણે સ્થાનિક લોકોને વીજ પુરવઠો ખોરવાતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...