કોરોનાવાઈરસ:અરવલ્લીમાં ચોથું મોત : બંને જિલ્લામાં 9 નવા કેસ

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લીમાં કોરોનાનો કુલ આંક 118 થયો મોડાસાના 59 વર્ષિય વૃદ્ધે હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • મોડાસા શહેરમાં 4 અને ભિલોડા તથા માલપુરમાં 1-1 પુરુષ સહિત કુલ 6 જણાને કોરોના

અરવલ્લી જિલ્લામાં શનિવારે મોડાસાના ભાગોળ વિસ્તારમાં રહેતા હનીફભાઇ મુનીરભાઈ ફકીર 59 વર્ષીય (પુરુષ) દર્દીનું કોરોનાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જિલ્લામાં શનિવાર મોડાસા શહેરમાં વધુ 4 પુરુષો અને ભિલોડા તાલુકામાં 1 પુરૂષ અને માલપુર તાલુકાના નાનાવાડા ગામના પરૂષ સહિત કુલ 6 જણાનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ  આવતાં જિલ્લામાં કોરોનાનો આંકડો 118એ પહોચ્યો હતો. જેમાં શહેરી વિસ્તારમાં કોરોનાન આંક 37 થયો છે. 

કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા
 જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથ વર્માએ જણાવ્યું હતું કે,  મોડાસા શહેરમાં હિમાંશુકુમાર.જે.ત્રિવેદી 37 વર્ષીય યુવાન તથા હનીફભાઇ મુનીરભાઈ ફકીર 59 વર્ષીય પુરુષ તથા દાઉદ.એ.સુથાર 80 વર્ષીય વૃદ્ધ તથા મોહદિન મુસ્તુફાભાઈ સડા 31 વર્ષીય યુવાનનો રીપોર્ટ કોરોના પોઝિટિવ મળી આવતાં કોરોનાગ્રસ્ત ચારેય દર્દીઓને મોડાસાની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદથી આવેલા માલપુરના નાનાવાડાના યુવકને કોરોના

માલપુરના નાનાવાડાનો યુવક અમદાવાદના હરીપુરા, અસારવા નવી પાલડી સોસાયટીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા જયપ્રકાશ સોમાભાઈ પટેલ ઉં. વર્ષ 45 થોડા દિવસથી પેટમાં દુખાવો રહેતા 5 દિવસ અગાઉ પોતાના વતન નાનાવાડા ગામે પત્ની અને બે બાળકો સાથે આવ્યો હતો.  27 મેના રોજ વધુ તકલીફ જણાતા મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલ મોડાસામાં તપાસ કરાવી હતી. ડોક્ટરની સલાહ પ્રમાણે કોરોના રિપોર્ટ કરાવવાનું કહેતા જેનું તા,27/5/2020 ના રોજ કોરોના નું સેમ્પલ લઇ તપાસ અર્થે અમદાવાદ મોકલાવતા યુવકને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તા.29/5/20 ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના પત્ની અને બે બાળકોના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા છે.તેના પરિવારના તમામ સભ્યોને માલપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા હોમકોરેન્ટાઇન  કરી આરોગ્ય વિભાગની જુદી-જુદી 4 ટીમો બનાવી નાનાવાડા તથા આસપાસના ગામોમાં આરોગ્ય વિષયક ચકાસણી કરીને થર્મલ સ્કીનિગ  કરાઈ રહ્યું છે તેવું નાનાવાડા સરપંચ દલશુખભાઇ પટેલે જણાવ્યું હતુ. 

અન્ય સમાચારો પણ છે...