તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાયફો:લગ્નના ચાર દિવસ અગાઉ યુવકે યુવતીને કહ્યું મને બીજી છોકરી ગમે છે, મારે લગ્ન નથી કરવા

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઝપાઝપી થતાં મામલો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

મોડાસા ધનસુરા હાઈવે ઉપર આવેલા કોલેજ રોડ પાસેના વિસ્તારમાં લગ્નના માત્ર ચાર દિવસ બાકી હતા. ત્યારે યુવક યુવતીના ઘરે આવીને કહેવા લાગ્યો કે મને બીજી છોકરી ગમે છે મારે અન્ય જગ્યાએ લગ્ન કરવા છે તમે લોકો લગ્નની ના પાડી દો લગ્નને માત્ર ગણ્યો ગાંઠ્યો સમય બાકી હતો ત્યારે યુવકના આ તાયફો જોઇ આસપાસના લોકો અવાક બની ગયા હતા. યુવતી અને તેના પરિવારને સગાઇ તોડવાની ધમકી યુવકે આપતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

મોડાસા ધનસુરા હાઇવે પાસે કોલેજ રોડ પર રહેતા યુવક અને યુવતીની સગાઈ સમાજના રીતરિવાજ મુજબ કરાઇ હતી. યુવક અને યુવતીને બંને એક બીજાને પસંદ હોવાથી લગ્ન નક્કી થયા હતા. બંને પક્ષોએ ગત સપ્તાહે ભેગા મળીને રવિવારે બંનેના લગ્ન લીધા હતા અને તૈયારીના ભાગરૂપે દીકરીના પરિજનોએ કપડાં, કરિયાવર અને સમાજના રીતરિવાજ મુજબ તમામ તૈયારી કરી હતી. ત્યારે અચાનક યુવકે ઘરે આવી ચડ્યો હતો અને કહેવા લાગ્યો કે તું લગ્નની ના પાડી દે જોકે ઘરે આવેલો યુવાન આક્રોશમાં હોવાથી તેના પરિજનો એને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પરંતુ તે સંબંધ તોડી નાખવા ધમકાવતો હતો. આ વાતચીત દરમ્યાન યુવતી અને તેના પરિજનોને કહેતો હતો કે તમે લગ્નની ના પાડી દો મને બીજી છોકરી ગમે છે અને મારે બીજે લગ્ન કરવાના છે. આમ કહીને ઝપાઝપી કરતા યુવતીને હાથે ઇજાઓ પણ થઈ હતી. અચાનક યુવાને લગ્ન તોડી નાખવાનું કહેતાં પરિજનો માથે આભ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઘટનાના પગલે યુવતીના કાકા અને સગા સબંધીઓ દોડી આવ્યા હતા તેના પરિજનોનું કહેવું હતું કે લગ્નના માત્ર ચાર દિવસ આડા છે ત્યારે લગ્નનું અચાનક ના પાડતાં યુવાને ઘરે આવીને તાયફો કરતાં સમાજમાં તેમની અને દીકરીની આબરૂનો પ્રશ્ન ઉપસ્થિત થતાં પરિવાર માટે મોટી મુસીબત ઉભી થતાં ઘટનાના પગલે ટાઉન પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...