તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:અરવલ્લી જિ.પં.કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે ફોર્મ પાછું ખેંચી લેતાં પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

મોડાસા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
કિર્તી પટેલ - Divya Bhaskar
કિર્તી પટેલ
 • બાયડની જિલ્લા પંચાયતની ડેમાઇ બેઠક પર કોંગ્રેસે કિર્તી પટેલને મેન્ડેટ આપ્યું હતું
 • ડેમાઇ બેઠકના અપક્ષ ઉમેદવાર મહોબતસિંહ વાઘેલાને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો

અરવલ્લી જિલ્લા પંચાયતની બાયડની ડેમાઇ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ જિ.પં. ઉપપ્રમુખ કીર્તિ પટેલ ફોર્મ પરત ખેંચતાં કોંગ્રેસે તેમને પ્રદેશ કક્ષાના આદેશથી પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલનદ્રસિંહ પુવારે જણાવ્યું હતું.

વધુમાં કોંગ્રેસે ડેમાઇ બેઠકના અપક્ષ ઉમેદવાર સોલંકી મહોબતસિંહ વાઘસિંહને ટેકો જાહેર કર્યો છે. ડેમાઈ બેઠક ઉપર કોંગ્રેસે 2015ની જિ.પં.ની ચૂંટણીમાં વિજય બનેલા કીર્તિ પટેલને ઉમેદવાર તરીકે પુનઃટિકિટ આપી હતી. વર્ષ 2021 ની ચૂંટણીમાં બે દિવસ અગાઉ કીર્તિ પટેલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતાં કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. કિર્તિ પટેલે એકાએક ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસે પ્રદેશ કક્ષાની સૂચનાથી શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

હવાતિયાં મારતી કોંગ્રેસે અપક્ષને ટેકો જાહેર કર્યો
બાયડ ડેમાઇ બેઠક પર કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર કીર્તિ પટેલે ફોર્મ પરત ખેંચી લેતાં કોંગ્રેસ હવાતિયા મારતી થઇ ગઇ છે. કોંગ્રેસે આ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સોલંકી મહોબતસિંહને ટેકો જાહેર કર્યો છે.

પાલનપુરમાં ભાજપ સાથે બગાવત કરનાર 6 સસ્પેન્ડ
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભારતીય જનતા પાર્ટી થી નારાજ થઈને પક્ષને હરાવવા બીજી પાર્ટીમાં જોડાઇ ને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા 6 કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં ભરતકુમાર ભીખાજી ઠાકોર (પૂર્વ નગરસેવક) જે આપમાં ટિકિટ મેળવી, ભારતીબેન ભરતકુમાર ઠાકોર (પૂર્વ નગરસેવિકા) આપમાં ટિકિટ મેળવી,ભરતભાઇ ઇશ્વરભાઇ પટેલ (દાઢી) (પૂર્વ શહેર ભાજપ પ્રમુખ) જે આપમાં ટિકિટ મેળવી, પ્રતિકભાઇ પ્રવિણભાઇ માઢવાળા (પટેલ) અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, મંજુલાબેન એચ. પટેલ (ચૌધરી) આપમાં ચૂંટણી લડી રહ્યા છે, હર્ષદભાઇ બી. પટેલ (ચૌધરી) ભાજપની વિરુદ્ધ પ્રચાર કરતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો