તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ જપ્ત:મોડાસાના વાંટડા ટોલ પ્લાઝા પાસેથી ગાડીમાં સીએનજી ટેન્કમાં સંતાડેલો વિદેશી દારૂ જપ્ત

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસાના વાંટડા ટોલ પ્લાઝા પાસે ગાડીમાં સીએનજી ટેન્કમાં ગુપ્ત ખાનું બનાવી સંતાડેલા રૂ. 28હજારના વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરો ઝડપાયા હતા.

મોડાસા રૂરલ પોલીસે દાવલી વાંટડા પાસે ગાડીમાં વિદેશી દારૂ ભરી રાજસ્થાન થી હિંમતનગર તરફ જનાર છે ની બાતમી આધારે વાંટડા ટોલ પ્લાઝા વોચ ગોઠવી બાતમીવાળી કેયુવી ગાડી આવતાં તપાસ કરતાં ગાડીના પાછળના ભાગે સીએનજી ટેન્કમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની બોટલો નં. 94 કિં. 14000 તથા મોબાઇલ નંગ.4 કિં. 14000 તથા કેયુવીગાડી નં.Gj 01 HT 4371 ની કિં. રૂ.400000 મળી કુલ રૂ.4,42,000ના પ્રોહીબિશન મુદ્દામાલ સાથે રામદેવ ઘનશ્યામસિંહ ચુડાસમા રહે.સાપર વેરાવળ,તા.કોટડા સાંગાણી,જી.રાજકોટ, અક્ષય સુરેશ ત્રંબોડિયારહે.સાપર વેરાવળ,તા.કોટડા સાંગાણી,જી.રાજકોટ અને ભાવેશ ઘનશ્યામ બારૈયા રહે. ગુંદાસરા રીબડા રેલ્વે સ્ટેશન પાસે તા.કોટડા સાંઘાણી,જી.રાજકોટ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...