તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:મોડાસા પાલિકા માટે ભાજપે માત્ર 1 ને રિપીટ કર્યા, 19 નવા ચહેરાને તક

મોડાસા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ પાંચમાં વોર્ડ બહારના ઉમેદવારો મૂકતાં ભાવસારવાડ કડિયા વાળા રહીશો ભેગા થઈ ભેગા થઈ બહાર ના ઉમેદવાર નહીં ચલેગા નહીં ચલેગા નો સૂત્રોચ્ચાર કરી ઉમેદવારો સામે વિરોધ નોંધાવ્યો હતો. - Divya Bhaskar
વોર્ડ પાંચમાં વોર્ડ બહારના ઉમેદવારો મૂકતાં ભાવસારવાડ કડિયા વાળા રહીશો ભેગા થઈ ભેગા થઈ બહાર ના ઉમેદવાર નહીં ચલેગા નહીં ચલેગા નો સૂત્રોચ્ચાર કરી ઉમેદવારો સામે વિરોધ નોંધાવ્યો હતો.
 • વોર્ડ-4ના કોર્પોરેટર જલ્પાબેન ભાવસારને રિપીટ કરી વોર્ડ-5 માં મૂક્યા

અરવલ્લી જિલ્લા ભાજપ અને મોડાસા શહેર ભાજપ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવતા 1 થી 5 વોર્ડના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે. જેમાં વોર્ડ નંબર 5 માં જલ્પાબેન ભાવસારને રિપિટ કરાયા છે. તદઉપરાંત શહેરી વિસ્તારના નવા ચહેરાઓ અને વિવિધ જ્ઞાતિના કાર્યકરોનો સમાવેશ કરીને 20 ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. મોડાસા પાલિકાના 9 વર્ષનાં 36 કોર્પોરેટર માટે ગુરૂવારે ભાજપે કુલ 5 વોર્ડના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

જેમાં પ્રદેશ ભાજપની માર્ગદર્શન નેવે મૂકી વોર્ડ નં- 5 ના ત્રણ ઉમેદવારો કે જેઓ વોર્ડ નં- 4માં મતદાર યાદીના નામ હોવા છતાં વોર્ડ નં- 5 માં મૂકવામાં આવ્યા છે. વોર્ડ-5 માં પસંદ કરાયેલા જલ્પાબેન 5 મા મેહુલકુમાર ભાવસાર, મિનેષકુમાર શાહ, પ્રિયંક પટેલ વોર્ડ 4 માં રહેતા હોવા છતાં વોર્ડ 5 માં પસંદ કરાતાં વોર્ડ 5 રહીશોમાં ભારે અસંતોષ ઉભો થયો છે અને સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે. જાહેર થયેલી યાદીમાં 3 વણીક , 1 ઠાકોર, 3 પાટીદાર, 1 ચૌધરી, 3 બ્રાહ્મણ, 7 ઈત્તર સમાજને પ્રતિનિધિત્વ અપાયું છે.

વોર્ડ-1
1.નિરજકુમાર બિપિન ચંદ્ર શેઠ
2. હરેશકુમાર કનુભાઈ ભોઈ
3. આશાબેન ધુળાભાઈ ખાંટ
4.મનિષાબેન હરેશભાઈ સગર

વોર્ડ-2
5. રોહિતકુમાર ગોવિંદભાઈ પટેલ
6. મનોજભાઈ ચંદુભાઇ રાઠોડ
7. શિલ્પાબેન બાબુભાઈ પ્રજાપતિ
8. વર્ષાબેન મિનેષભાઈ જોશી

વોર્ડ-3
9.વર્ષાબેન રાજુભાઈ રાઠોડ
10. ભગવતીબેન સમર્થભાઈ પટેલ
11. મોહનભાઈ સવાભાઈ સલાટ
12. અતુલભાઇ દયાશંકરભાઈ જોશી

વોર્ડ-4
13. મેઘાબેન દેવલભાઈ ત્રિવેદી
14. કાજલબેન લાલાભાઇ ખાંટ
15. રાકેશભાઈ ચંદુલાલ મહેતા
16. આશિષભાઈ મનુભાઈ ચૌધરી

વોર્ડ-5
17. મિનેષકુમાર મનહરલાલ શાહ
18. પ્રિયાંકકુમાર પરસોતમભાઈ પટેલ
19. શિલ્પાબેન સંજયકુમાર કડિયા
20. જલ્પાબેન મેહુલભાઈ ભાવસાર

મોડાસાપાલિકામાં અપક્ષમાં 2 કોંગ્રેસ 1 અને બાયડ પાલિકામાં અપક્ષ બે અને કોંગ્રેસના 1 ઉમેદવારી નોંધાવી
મોડાસા પાલિકા વિસ્તારમાં 9 વોર્ડ પૈકીની 36 બેઠકો માટે કોંગ્રેસ ભાજપ અને AIMIM તેમજ આપે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં મોડાસા પાલિકા વિસ્તારમાં અપક્ષમાંથી બે અને કોંગ્રેસમાંથી એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. બાયડ પાલિકા 6 વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. બાયડ નગરપાલિકાનીચૂંટણીમાં કોંગ્રેસમાંથી 1 અને અપક્ષમાંથી 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ધનસુરા તા.પં. શીકા બેઠક માટે 68 વર્ષની મહિલાની પસંદગી
ભાજપે તા.પં., જિ.પં. માટે ઉમેદવારો પસંદ કરાયા છે. જેમાં પ્રદેશના નિયમોનો સરેઆમ ભંગ કરાયો છે. ધનસુરા તાલુકા પંચાયતની શીકાની બેઠક પર વીણાબેન ભીખુસિંહ ઠાકોર પસંદ કરાયા છે. આ મહિલાનું મતદાર યાદીમાં નામ છે તેમાં ઉંમર 68 વર્ષ બતાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો