મોડાસાની એચ.એસ.શાહ કોલેજમાં ઇન્ટરનેટ પરીક્ષા આપવા દરમિયાન વિદ્યાર્થીના હાથમાંથી પેપર નીચે પડી જતા શું કામ પેપર ફેંક્યુ હાથમાં આપ્યું હોય તો સારું આ મામલે બંને વિદ્યાર્થીઓ વચ્ચે પરીક્ષાખંડમાં રકઝક થયા બાદ કેમ્પસમાં મારામારી થતાં બંને વિદ્યાર્થીઓએ સામ સામે સાત શખ્સો વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મોડાસા કોલેજમાં એફવાય બીકોમની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર પરીક્ષા ખંડમાં બેઠેલા વિદ્યાર્થીને બે પ્રશ્નપત્ર આપતા વિદ્યાર્થીના હાથમાંથી પાછળના વિદ્યાર્થી ને પ્રશ્નપત્ર આપવા જતાં પ્રશ્નપત્ર નીચે પડી જતા બંને વિધાર્થીઓ વચ્ચે હાથમાં પ્રશ્નપત્ર આપવા બાબતે સામાન્ય રકઝક થઈ હતી. બન્ને વિદ્યાર્થીઓએ બહાર નીકળ હું તને જોઈ લઈશ તેવી ચીમકી ઉચ્ચાર્યા બાદ બંને વિદ્યાર્થીઓએ બહાર આવીને ગાળાગાળી કરતા મામલો બિચક્યો હતો આ ઝઘડામાં અન્ય શખ્સો દોડી આવ્યા હતા
અને એકબીજાને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહંમદ ઓવેશ ઈમ્તિયાઝ ચડી રહે મેઘરજ પોસ્ટ ઓફિસ પાસેના એ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તેજસ કુમાર કનુભાઈ ભોઇ રહે મેઢાસણ અને આકાશ રાકેશભાઈ ભોઈ રહે મોડાસા અને ચેતનભાઇ ભોઈ મોડાસા વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સામે પક્ષે તેજસકુમાર કનુભાઈ રહે મેઢાસણનાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહંમદ ઓવેશ ઈમ્તિયાઝ ચડી અને સાહિલ ભાઈ આરીફભાઈ બલોચ તેમજ શાકીલ યુસુફ ભાઈ બગા તેમજ જીશાન ભાઈ પટેલ તમામ રહે મેઘરજ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ પોલીસે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.