તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસાની મેઘરજ રોડ ઉપર આવેલી બ્લોક ફેક્ટરી પાસેના સ્વયં કોમ્પલેક્ષમાં અને વોલવા રોડ ઉપર દલાલીના લેતી-દેતીના પ્રશ્ને બે પક્ષો એકબીજાને માર મારવામાં આવતા તેમજ જાતિ વિષયક અપશબ્દો બોલવામાં આવતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સામે સામે 7 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જેમાં 4 લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર મહેશભાઈ રબારી અને બીપીનભાઈ મનાત તેમજ રાવજીભાઈ તરાર દુકાન લે-વેચની દલાલીનું કામ કરતા હતા.
દરમિયાન પ્રોજેક્ટનું કામ પૂર્ણ થતા બાકી રૂપિયા લેવા માટે તેમને મોડાસા સ્વયં કોમ્પલેક્ષમાં બોલાવ્યા હતા. હિસાબ દરમિયાન બોલાચાલી દરમિયાન મારામારી થતા ટાઇલ્સની પટ્ટી અને લાકડી વડે માર મારી ધમકી આપતાં મહેશભાઇ શંકરભાઇ રબારી રહે.પાલનપુર,હાલ રહે.મોતીસાગર મોડાસાએ રૂલર પોલીસ સ્ટેશનમાં બિપિનકુમાર સવજીભાઈ મનાત રહ.જાલમપુર તા.મેઘરજ, રાવજીભાઈ નરસિંહભાઈ તરાર રહે.શિતાદર. છતધારા તા.મેઘરજ અને જિગાભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધા હતી.
બિપિનકુમાર સવજીભાઈ મનાતે નોંધાવેલી જણાવ્યું છે કે મહેશભાઈએ રાવજી ભાઈને ફોન કરી બ્લોક ફેક્ટરી પાસે બોલાવ્યા હતા. ત્યાં મોડાસામાં સેના બિલ્ડર બની ગયા છો તમને ફરવા નહિ દઈએ જાનથી મારી નાખીશું કેમ કહી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બિપિનકુમાર સવજીભાઈ મનાતે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ શંકરભાઈ રબારી અને પ્રતુલભાઈ રબારી તેમજ રાહુલભાઈ રબારી અને શૈલેષભાઈ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.