વિવાદ:ભિલોડાના ઓઢાપહાડિયામાં જમીનમાં ભેલાણ થતાં બે પરિવારો વચ્ચે મારામારી

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિલા સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ભિલોડાના ઓઢા પહાડીયામાં જમીનમાં ભેલાણ થતું હોવાની બાબતે બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન મારામારી થતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત આઠ લોકો વિરુદ્ધ સામ સામે ગુનો નોંધાયો હતો

ઓઢાપહાડિયામાં રવિવારે તમારા ઢોર અમારા ખેતરમાં કેમ હેરાન કરે છે તેમ કહીને એક મહિલા સહિત ત્રણ લોકોએ અરખાભાઈ ડામોરને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં અળખાભાઇ રામાભાઇ ડામોરે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિરણભાઈ ધુળાભાઈ ડામોર અને જોસનાબેન કિરણભાઈ ડામોર તેમજ હાર્દિકભાઈ કિરણભાઈ ડામોર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ઓઢાપહાડિયામાં વાવેતરમાં ભેલાણ થયેલ હોવા બાબતે કહેવા જતાં કિરણભાઈ ડામોરને 4 શખ્સો દ્વારા પેટ ઉપર લાતો મારીને મારી નાખવાની ધમકી આપતાં કિરણભાઈ ડામોરે શામળાજી પોલીસે અળખાભાઇ રામાભાઇ ડામોર અને મહેશભાઈ અળખાભાઈ ડામોર અને દિનેશભાઈ રામાભાઇ ડામોર તેમજ રોહિતભાઈ લાલજીભાઈ ડામોર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...