તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જિલ્લામાં 1 માસ અગાઉ માર્કેટમાં જે બટાકા ૩૫થી ૪૦ રૂપિયા કિલો એટલે કે 700થી 800 રૂપિયા ભાવ મળતો હતો. તેની જગ્યાએ અત્યારે કિલો બટાકા માર્કેટમાં 8 થી 9 રૂપિયા એટલે કે મણ દીઠ 160થી 180 રૂપિયાનો ભાવ બોલાતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન ખેડૂતોએ 55 હજાર હેકટર કરતાં વધુ જમીનમાં બટાકાના પાકની વાવણી કરી હોવાનું નોંધાયું હતું. જોકે આ વાવણી પૈકી જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી માસની શરૂઆતમાં કચીયારા તરીકે ઓળખાતા બટાકા જમીનમાંથી બહાર કાઢવાની શરૂઆત થઈ જાય છે
બજારમાં નવા બટાકા તરીકે ઓળખાતા આ બટાકાના ભાવ અત્યારે માર્કેટમાં 8થી 9 રૂપિયા કિલો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.કારણ કેખેડૂતોને બટાકા બહાર કાઢીને તેની સફાઈ કરવાની એટલે કે ધોવાની તેમજ માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ ન નીકળતો હોવાનું ખેડૂતો જણાવ્યું છે.
ઊંચા ભાવે પંજાબથી બટાકાનું બિયારણ લાવ્યા હતા
મોટાભાગના ખેડૂતો પંજાબથી બટાકાના પોખરાજ, લોકર જેવા બિયારણ ઊંચા ભાવે લાવ્યા હતા અને દલાલો સાથે પરામર્શ કરીને ખેડૂતો એડવાન્સમાં બિયારણના રૂપિયા આપીને ખરીદી કરી હતી પરંતુ હવે બજાર ભાવ તળીયે જતાં ખેડૂતોની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે.
દોલપુર કંપો ઉચ્ચ ક્વોલિટી વાળાબટાકાનું હબ છે
અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ધનસુરા તાલુકાના દોલપુર કંપામાં વર્ષોથી થાય છે.આ ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળું બટાકાનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. જો કે,દોલપુર કંપાના ખેડૂતો લો સુગર બટાકાની ખેતી કરવામાં માહિતગાર છે. દોલપુર પંથકના ખેડૂતો મોટેભાગે બટાકાની ખાનગી કંપનીઓ સાથે એડવાન્સમાં સોદા મારતાં હોવાથી તેમજ ખાનગી કંપનીઓ તેમની પાસેથી ઉચ્ચ ક્વોલિટીના વાળા બટાકા મળી રહેતા હોવાથી તેમની પાસેથી જ બટાકાની ખરીદી કરવાનું પસંદ કરે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.