કૃષિ સેમિનાર:જમીનની અંદર ફળદ્રુપતા ઘટે નહીં તે માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત આણંદમાં કૃષિ સેમિનાર યોજાયો

ગુજરાત સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત આણંદમાં કૃષિ સેમિનાર અને પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીવર્ચ્યુઅલી જોડાઇને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. હતુ જે અંતર્ગત કૃષિ વિષયક નવીન ટેકનોલોજીનો અરવલ્લીના ધરતીપુત્રોને વિગત મળી રહે તે માટે મોડાસાના ભામશા હોલમાંજિલ્લા પંચાયત પ્રમુખલાલસિંહ ચૌહાણ તથા જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના પ્રમુખ રાજેન્દ્ર પટેલ પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2021 અંતર્ગત પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય સંમલેનમાં ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણે ખેડૂતોને ઉદ્દબોધન કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કરવી એ હાલના સમયની માંગ છે. આપણા નજીકના વિસ્તારો જેવા કે ઇડર, હિંમતનગરમાં લોકો ટામેટાની ખેતી કરે છે. જેમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ટામેટાને ઉપજવે છે પરંતુ તેનાથી જમીનની ફળદ્રપતા ઘટી રહી છે તેથી આપણે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તેવી ખેતી કરવા અપીલ કરી હતી. તેમણે દેશી ગાય રાખી સરકાર તરફથી મળતી સહાયનો લાભ લેવા ખેડૂતો અને પશુપાલકોને અનુરોધ કર્યો હતો.

વધુમાં જણાવ્યું કે, હું આદિવાસી વિસ્તારમાંથી આવું છું. જેને આદુ અને રતાળુનું હબ ગણવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને આર્થિક રીતે સધ્ધર બન્યા છે. વડાપ્રધાનએ જ્યારે પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કર્યું છે ત્યારે આપણે સૌ ભેગા મળીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા ખેડૂતોને અપીલ કરી હતી

આ કાર્યક્રમમાં જીલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષે માર્ગદર્શન આપતા જણાવ્યું કે બાળકોમાં ઝીંકની ખામીઓ હોય છે. તેમને વિટામીન-ડી ની ટેબલેટ લેવી પડે છે. અત્યારના સમયમાં દરેક ઘરમાં દવાઓ લેવાય છે. પહેલાના સમયમાં કેન્સરના કેસો ખુબ જ ઓછા જોવા મળતા હતા પરંતુ વર્તમાન સમયમાં જોઈએ તો કેન્સરના કેસોનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. અત્યારના મોટા ભાગના ખેડૂતો જંતુનાશક દવાઓ છાંટે છે. જે ના કરવું જોઈએ. અને પ્રાકૃતિક ખેતી તરફ વડવા અપીલ કરી હતી કાર્યક્રમમાં મોડાસા પાલિકા પ્રમુખશજલ્પાબેન ભાવસાર, જિલ્લા અગ્રણી રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયા સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...