તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લા 15 વર્ષથી પાણીની કાગડોળે રાહ:વાત્રક જળાશયની જમણાકાંઠાની નહેરના અધૂરા કામથી ધનસુરાના આકરુન્દ પંથકના ખેડૂતો પાણીથી વંચિત

મોડાસા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આકરુન્દ પંથકના છેડાના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી પાણીની કાગડોળે રાહ જોઇ રહ્યા છે

વાત્રક જળાશયના જમણા કાંઠાની નહેરનું કામકાજ અધૂરું હોવાના કારણે છેલ્લા 15 વર્ષથી ધનસુરાના આકરુન્દ પંથકના ખેડૂતોના પાણીથી વંચિત રહી ગયા છે. અરવલ્લી જિલ્લાના સૌથી મોટા ગણાતા અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયના જમણા કાંઠા નહેરથી માલપુર તાલુકાના અને ધનસુરા તાલુકાના ખેડૂતોની 1500 હેક્ટર કરતા વધુ જમીન સિંચન થાય છે વાત્રક જળાશયની આ નહેર દ્વારા ધનસુરા તાલુકાના મોતીપુરા કંપા સુધી સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને પાણી અપાય છે.

સિંચાઇ વિભાગ દ્વારા 2007ના સમયગાળામાં જમણા કાંઠાની નહેરની કામગીરી હાથ ધરી હતી જેના ભાગરૂપે ધનસુરા તાલુકાના આકરુન્દ સુધી નહેરની કામગીરી હાથ ધરતા ધનસુરા તાલુકાના હીરાપુર તેમજ હીરાપુર કમ્પા ગઢ કંપા અને આકરૂન્દ્દ પંથકના 600 કરતા વધુ ખેડૂતોને નહેરનું પાણી મળવાની આશા બંધાઈ હતી પરંતુ ત્યારબાદ નહેરની કામગીરી ખોરંભે પડતા ખેડૂતોના પાણીના સપના ઉપર પાણી ફરી વળ્યું છે.

આ વિસ્તારમાં નહેરમાં પાણી શરૂ કરવામાં આવે તો ખેડૂતોની 700થી 800 હેક્ટર જમીન સિંચન થઈ શકે તેમ છે પરંતુ 15 વર્ષ ઉપરનો સમયગાળો વીતી જવા છતાં સિંચાઇ વિભાગ દ્વારા નહેરની લાઇનિંગ કામગીરી અને વીઆરબી અને કેનાલ સાયફનની માત્ર નામની કામગીરી માટે નહેરમાં પાણી શરૂ ન કરાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે.

નહેરની મરામત માટે કામગીરી હાથ ધરાઈ
આ અંગે સિંચાઇ વિભાગનો સંપર્ક કરતા અધિકારીએ જણાવ્યું હતું કે મોતીવીણી કંપાથી નહેરની આગળની કામગીરીમાં આવતા ઘરનાળા તેમજ વીઆરબી અને કેનાલ સાયફન તેમ જ લાઇનિંગ ની કામગીરી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો