તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક નષ્ટ થવાના આરે:અરવલ્લી જિલ્લામાં મગફળીના પાકમાં ફુગની શરૂઆત થતાં ખેડૂતો ચિંતામાં

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતાં જમીનમાં રહેલી ઊધઈ અને ડોર નામની જીવાત પાકને કોરી ખાય છે

અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખેડૂતોએ 55 હજાર વધુ હેક્ટરમાં મગફળીના પાકની વાવણી કર્નુંયા નોંધાયું છે. પરંતુ વરસાદ ખેંચાતાં મગફળીનો પાક નષ્ટ થવાના આરે છે ત્યારે રહ્યાસહ્યા મગફળીના પાકમાં છેલ્લા એક સપ્તાહમાં સમયગાળામાં ફૂગ દેખાતાં મગફળીનો પાક પીળો પડવાની શરૂઆત થતાં ખેડૂતોએ પાકને બચાવવા માટે મોંઘા ખાતર અને દવાઓનો છંટકાવ કરવાની ફરજ પડી છે.

બીજી બાજુ જમીનમાં ભેજ ન હોવાના કારણે ઊધઈ અને ડોળ નામની જીવાત મગફળીના પાકને કોરી ખાવાનું શરૂ કરતા ખેડૂતોના પડતા ઉપર પાટું જેવો ઘાટ થયો છે એગ્રો સર્વિસ સેન્ટરના રાજેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાવાના કારણે અને જમીનમાં ભેજ ન હોવાથી જમીનમાં રહેલા ઊધઈ અને ડોળ નામની જીવાત મગફળીના પાકના મૂળ નષ્ટ કરતા હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...