તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની માંગ:નાનીસિંચાઇ યોજનાના પ્રાંતવેલ જળાશયને ઊંડુ કરી પાળની મરામત કરવા ખેડૂતોની માંગ

મોડાસા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય પાળ જર્જરિત થયેલ હોઇ વરસાદી પાણી નકામું વહી જાય છે

અરવલ્લી જિ.પં. હસ્તકના નાની સિંચાઇ યોજનાના પ્રાંતવેલ ગોતાપુર જળાશયથી 1300 કરતાં વધુ માલપુર અને બાયડ તાલુકાના તેમજ મહિસાગર જિલ્લાના વિરપુરના ખેડૂતોને સિંચનનો લાભ મળે છે. જળાશયને વર્ષોથી ઊંડુ ન કરતાં તેમજ મુખ્ય પાળ જર્જરિત હાલતમાં હોવાથી ચોમાસાનું પાણી નીચાણવાળા ભાગમાં નકામું વાંઘામાં વહી જતું હોવાના કારણે જળાશયને ઊંડુ કરવા તેમજ પાળની મરામત કરવા આ વિસ્તારના 10 જેટલા ગામડાઓના ખેડૂતોની માગણી ઉઠી છે. આ અંગે તંત્રમાં ઘટતું કરવાની ખાતરી જિ.પં. સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે આપી હતી.

નાની સિંચાઇ યોજનાના પ્રાંતવેલ ગોતાપુર જળાશયના પાણીથી ઉભરાણ,પ્રાતવેલ, ગોતાપુર, નવામુવાડા, બનાપગી, ટુનાદર, ગોકુલપુરા કમરાજ અને મહિસાગર જિલ્લાના વિરપુરના ભાટપુર, મોતીપુરા, સરદારપુરા, જેવા ગામડાઓના ખેડૂતોને સિંચન માટે મોટો ફાયદો થાય છે. ગોતાપુર સરપંચ અશોકભાઈ રામસીભાઈ ભરવાડ અને બાયડ તા. સરપંચ એસો.પ્રમુખ અશોકભાઈ ઠાકોર અને પ્રાંતવેલના પૂર્વ સરપંચ ડાહ્યાભાઈ પગીએ જણાવ્યું કે છેલ્લા કેટલાય વર્ષોથી જળાશયને ઊંડુ કરાયું નથી. તદુપરાંત ઉપરવાસમાંથી વરસાદી પાણી આવતા મોટાભાગનું જળાશય કચરાથી ભરાઇ ગયું છે. પરિણામે મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી.

તદઉપરાંત પ્રાંતવેલ જળાશયની મુખ્ય પાળ જર્જરિત થઈ ગઈ હોવાથી જળાશયનું મોટાભાગનું પાણી 24 કલાક નીચેના ભાગમાં આવેલા વાંઘામાં નકામું વહી રહ્યું છે. આ અંગે જિ.પં. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.એમ .ડામોરે જણાવ્યું કે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જોડે પરામર્શ કરીને ખેડૂતોના હિતમાં ઘટતું કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો