તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોડાસા માર્કેટયાર્ડના વેપારીએ મગફળીની ગેરકાયદે કપાત કરતાં ખેડૂતે ગુનો નોંધાવ્યો

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના ટીસ્કી ગામનો ખેડૂત મગફળી વેચવા આવ્યો હતો
  • વેપારીએ ખેડૂત સાથે અસભ્ય વર્તન કરી ધમકી આપી
  • વજનનું કાંટા બિલ તેમજ પાકુ બિલ પણ ન આપ્યું

મોડાસાના જૂના માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવેલા માલપુર તાલુકાના ટી સ્કી ગામના ખેડૂત સાથે માર્કેટયાર્ડના ઋષભ ટ્રેડર્સના મુકેશભાઈ શાહ દ્વારા ખેડૂત પાસેથી મગફળીના વજનનું ગેરકાયદે કપાત કરી ખેડૂત સાથે મગફળીના વજન ના કાંટા બિલ તેમજ પાકુ બિલ ના આપી ખેડૂતને ધમકી આપી તેની સાથે છેતરપિંડી આચરતાં ખેડૂતે વેપારી સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો.

માલપુરના ટીસ્કીના ખેડૂત પટેલ કાંતિભાઈ વાલાભાઈ મોડાસાના ડુંગરવાડા રોડ પર જૂના માર્કેટયાર્ડ ખાતે ચાર દિવસ અગાઉ મગફળી વેચવા માટે તેમના પુત્ર સાથે આવ્યા હતા અને જાહેર હરાજીમાં માર્કેટના ઋષભ ટ્રેડર્સના વેપારી મુકેશભાઈ આર. શાહ જાહેર હરાજી બોલીને ખેડૂત પાસેથી મગફળીની ખરીદી કરી હતી. બાદમાં આ ખેડૂતે ડાલા સાથે મગફળીનું વજન કાંટા ઉપર કરાવ્યા બાદ મગફળીના વજનનું ગેરકાયદે કપાત કરી ખેડૂતને પાકુ બિલ કે કાંટા પાવતી ન આપી ખેડૂત સાથે બોલા બોલી કરી તેની સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલી ધમકી આપી છેતરપિંડી આચરતાં ખેડૂતે ખેડૂતે મોડાસા માર્કેટની ઓફિસ ખાતે ફરિયાદ કરી અરજી કરી હતી. પરંતુ ખેડૂતે ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ઉપરોક્ત વેપારી મોડાસા માર્કેટ યાર્ડનો પ્રતિનિધિ હોવાના કારણે માર્કેટ યાર્ડ સત્તાવાળા દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતાં અંતે ખેડૂતે ન્યાય માટે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે યાર્ડના ઋષભ ટ્રેડર્સના વેપારી મુકેશભાઈ આર. શાહ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો