તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:નવાખિલોડામાં બે યુવાનોને ઝેર પીવા મજબૂર કરાયાનો પરિવારનો આક્ષેપ

મોડાસા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે યુવકોએ નદીના તટમાં ઝેરી દવા પીતાં બંનેના મોત થયા હતા
 • શામળાજી પોલીસે મોડી સાંજે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

ભિલોડાના નવા ખિલોડામાં બે યુવાનોએ નદીના તટમાં ઝેરી દવા પી મોતને વહાલું કરતાં બંને યુવાનોના પરિજનોએ શામળાજી પોલીસમાં આક્ષેપ કર્યો છે કે બંને યુવાનોને ઝેરી દવા પીવા માટે મજબૂર કરાયા હોવાથી યોગ્ય તપાસ કરીને ગુનેગારો સામે ફરિયાદ નોંધવા માગકરી હતી.

શામળાજી પાસે નવા ખિલોડામાં બે દિવસ અગાઉ ગામ ના જનક તરાર અને હસમુખ તરાર બંને મિત્રોએ ગામની સીમમાંથી પસાર થતી નદીના તટમાં ઝેરી દવા પીતાં તેમને સારવાર અર્થે શામળાજી પીએચસીમાં લાવવામાં આવ્યા હતા જ્યાં બંને યુવાનોના મોત થતાં ગામમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાના પગલે મૃતક યુવાનોના પરિજનો શામળાજી પોલીસ સ્ટેશન રવિવાર સાંજે દોડી આવ્યા હતા અને કયા સંજોગોમાં બંનેએ ઝેરી દવા પીધી અને આ પ્રકરણમાં કોણે બંનેને ઝેરી દવા પીવા માટે મજબૂર કરાયા હોવાની પોલીસમાં ઉગ્ર રજૂઆત કરી હતી

મૃતકના પરિજનોને એવો પણ આક્ષેપ કર્યો કે બંને યુવાનોને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાની પણ રજૂઆત કરતાં પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી મોડી સાંજે બંનેના મોત મામલે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો