તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સંક્રમિત

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં.માં બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા એક એસો અને અન્ય કર્મીચારીને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો

અરવલ્લી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ને કોરોના પોઝિટિવ આવતા માર્ગ અને મકાન વિભાગમાં હડકંપ મચી ગયો છે મોડાસામાં એક સપ્તાહમાં 3 જજ અને ડીએસપી અને ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ કોરોના સંક્રમિત થતાં અન્ય અધિકારી અને કર્મચારીઓમાં સંક્રમણનો ભય ફેલાયો છે.

અરવલ્લી જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા એક એસો અને અન્ય કર્મીને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જિ.પં.ના માર્ગ અને મકાનબાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર બે દિવસ અગાઉ તબિયત લથડતાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં રેપિડ ટેસ્ટ કરતાં ગુરુવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. કાર્યપાલક ઇજનેર હોમક્વોરન્ટાઇન થઇ ગયા છે.

બેદરકારી |ઇજનેરને રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં તેઓ બપોર સુધી ઓફિસમાં કામકાજ કરી રહ્યા હતા જિ.પં.ના કાર્યપાલક ઇજનેર ના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની ચર્ચા બપોરે જિલ્લા પંચાયતની તમામ કચેરીઓમાં થઈ રહી હતી અને કોરોના પોઝિટિવ હોવા છતાં પણ કાર્યપાલક ઇજનેર બપોર સુધી ઓફિસમાં કામકાજ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો