ગૌરવ પદયાત્રા:અમદાવાદ ગાંધી આશ્રમથી નીકળેલી કોંગ્રેસની આઝાદીની ગૌરવ પદયાત્રાનો રાજસ્થાનમાં પ્રવેશ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના સીએમ ગુજરાત બોર્ડર ના બદલે રતનપુર બોર્ડરે ઉપસ્થિત રહ્યા

અમદાવાદના ગાંધી આશ્રમથી કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી ગૌરવ પદયાત્રા ગુજરાત માં પ્રવાસ પૂર્ણ કરી રાજસ્થાનમાં પ્રવેશતા સીએમ અશોક ગેહલોત અને અજય માકડ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું અને તે 2 કિમી સુધી પદયાત્રામાં જોડાઇને કાર્યકરોના જુસ્સામાં વધારો કર્યો હતો. જો કે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજસ્થાનના સીએમ ગુજરાત બોર્ડર ઉપર કોંગ્રેસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના બદલે તેઓ રતનપુર બોર્ડર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પ્રભારી રઘુજી શર્મા પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા લાલજીભાઈ દેસાઈ મુકુલ વાસનિક અને જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરવાના બદલે તેમણે રાજસ્થાન બોર્ડર ઉપર જ ગૌરવ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું અને યાત્રાનો રાજસ્થાનમાં પ્રારંભ કરાવ્યો હતો. જોકે ગૌરવ યાત્રા સાથે સીએમ અશોક ગેહલોત અને અજય માંકડ બે કિમી સુધી ચાલીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...