તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:કોરોનામાં મૃત્યુ પામેલા અરજદારોની અરજીઓનો નિકાલ કરવા ભાર મૂકાયો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી

અરવલ્લી કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડની અધ્યક્ષતામા શિરસ્તેદાર, નાયબ મામલતદાર મહેસૂલ, નાયબ મામલતદાર પુરવઠાના મામલતદાર ઈ-ધરાની માસિક કામોની તથા સી.એમ.ડેશબોર્ડ અંગેના તમામ KPI ના મુદ્દાઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના મૃત્યુ પામેલા અરજદારોની અરજીઓનો નિકાલ કરવા ભાર મૂકાયો હતો

જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું કે, તમામ તાલુકાઓમાં કચેરીઓમાં ચાલતા તમામ કામોની ડેટા એન્ટ્રી કરવી, દરેક કામોની અમલવારી ઝડપથી થવી જોઇએ, વર્ષની શરૂઆતમાં જેટલા બાકી રહેલા કામોની કાચી નોંધો નિકાલ કરવો, તમામ તાલુકાઓમાં બાકી રહેલ કામોનો ઝડપથી નિકાલ કરવો, મહેસૂલ તથા પુરવઠા વિભાગના બાકી રહેલ કામો પૂર્ણ કરવા કર્મચારીઓ અને અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ઈ-ધરાની આકસ્મિક કરવાની, NFSA કાર્ડ લાભાર્થીઓ સબંધિત કામગીરી ઝડપથી પૂર્ણ કરવી સાથે સાથે સમાજ સુરક્ષામાં ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વય વંદના, નિરાધાર વૃદ્ધ સહાય, સંકટ મોચન, ગંગા સ્વરૂપા સહાય યોજનાઓની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...