અકસ્માતની ભિતી:અરવલ્લી-મહિસાગરને જોડતો ઉભરાણ, પ્રાંતવેલ રોડ ધોવાયો

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતવેલ રોડ ભારે વરસાદના કારણે ધોવાઇ ગયો છે. - Divya Bhaskar
પ્રાંતવેલ રોડ ભારે વરસાદના કારણે ધોવાઇ ગયો છે.
  • રસ્તાની સાઇડે સુરક્ષા દીવાલ બનાવવા સરપંચ સહિતની માગ
  • ભારે વરસાદથી રસ્તાની સાઇડો ધોવાતાં ચાલકોમાં અકસ્માતની ભિતી

અરવલ્લી અને મહિસાગર જિલ્લાને જોડતાં ઉભરાણ, પ્રાંતવેલ રોડ ઉપર ભારે વરસાદના કારણે રસ્તાની સાઇડમાં ઠેરઠેર ધોવાણ થઈ જતાં રોડ પરથી પસાર થતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. રસ્તાની સાઈડમાં સુરક્ષા દીવાલ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ઉભરાણના અગ્રણી ખેડૂત રમેશભાઈ ભોઈ અને પ્રાંતવેલ સરપંચ અશોકસિંહે માગ કરી હતી.

માલપુરના ઉભરાણ અને બાયડના પ્રાંતવેલ પંથકમાં એક સપ્તાહ અગાઉ ભારે વરસાદ પડતાં બે જિલ્લાને જોડતો ઉભરાણ પ્રાંતવેલ વિરપુર રોડ ઉપર રસ્તાઓનું ધોવાણ થયું છે. આ રસ્તા ઉપર અમુક જગ્યાએ તો એટલી હદે રસ્તાઓનું ધોવાણ થયું છે કે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો જીવના જોખમે પસાર થતાં હોવાની બૂમ ઉઠી છે.

માલપુર માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા સત્વરે આ રસ્તા ઉપર થયેલું ધોવાણનું પૂરાણ કરવામાં આવે તેવી ખેડૂતોની અને વાહનચાલકોને માગણી ઉઠી છે. રમેશભાઈ ભોઈએ વધુમાં જણાવ્યું કે રસ્તાનું ધોવાણ થયા ને 10 દિવસ ઉપરાંતનો સમય વિતવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ રસ્તો બે જિલ્લાને જોડતો અને 70 કરતાં વધુ ગામડાની પ્રજાની અવરજવર માટે મુખ્ય માર્ગ હોવાથી સત્વરે આ રસ્તાની મરામત કરવામાં આવી તેવી પ્રજાની માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...