કોરોના ઇફેક્ટ:મોડાસાના વૃદ્ધ રિક્ષાચાલક દર ગુરૂવારે મંદિર, મસ્જિદ અને હોસ્પિટલ જવા ફ્રી સેવા આપે છે

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા અગિયાર વર્ષથી જરૂરિયાતમંદો માટે મફત સેવા કરે છે

મોડાસાના ડુગરવાડા રોડ પર આવેલ ગરીબનવાઝ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા 68 વર્ષીય વૃદ્ધ ઇશ્વરભાઇ ઈસ્માઈલભાઈ જેગરા મોડાસા શહેરમાં દર ગુરુવારે મંદિર , મસ્જિદ અને હોસ્પિટલ જવા માટે મફત ફ્રી સેવા પૂરી પાડે છે. અત્યાર સુધીમાં અંદાજે 1100થી પણ વધુ લોકો તેમની સેવાનો લાભ લઇ ચૂક્યા છે. યુસુફભાઈ ઈસ્માઈલભાઈ જેગરાની કહાની મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી તેમને નાની મોટી બિમારી સાથે હ્દયની બિમારી હતી. તે દરમિયાન સ્થાનિક કે બહારગામ જવા માટે કોઈ પોતાનું સાધન ન હતું ત્યારે બહાર અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ આજથી આશરે પાંચેક વર્ષ અગાઉ હ્દય રોગની તકલીફ વધતા હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરાવી હતી અને હ્દયની નસ બંધ થતી હોવાથી તકલીફ ને લીધે ઓપરેશન દરમિયાન સ્ટેન્ડ મૂકાવ્યા હતા ત્યારબાદ સારવાર અર્થે વારંવાર હિંમતનગર આવતાં હતાં અવરજવરમાં પડેલી તકલીફ થી પ્રેરિત થઈને સેવા શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...