તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મોડાસાના કુંભારવાડામાં 1- 4 ફૂટ સુધીની લાલ અને કાળી માટીમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત બે વર્ષની સરખામણીએ મૂર્તિઓની માંગ યથાવત રહી છે

મોડાસાના કુંભારવાડામાં બનતી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ યથાવત જોવા મળી છે. કુંભારવાડા ના કલા કસબીઓ એ શુદ્ધ કાળી માટીમાંથી ગણપતિની મૂર્તિઓનું સર્જન કરવાનું શરૂ કર્યું છે. તદુપરાંત બહારથી પણ સ્પેશ્યલ લાલ માટી મંગાવીને તેમાંથી 1 થી 4 ફૂટ સુધી ની મૂર્તિઓ બનાવવાની શરુ કરાઇ છે.

નિવૃત્ત કર્મચારી પોપટભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે શ્રદ્ધાળુઓ ઘરે સ્થાપન કરવા માટે ગજાનંદની મૂર્તિઓનું બુકિંગ કરવાનું શરૂ કર્યું છે. જે ગત બે વર્ષ અગાઉની સરખામણીએ મૂર્તિઓની માંગ યથાવત રહી છે. મોડાસા શહેરના કુંભારવાડામાં કાળી માટી અને લાલ માટી માંથી ગજાનંદની મૂર્તિઓ અરવલ્લી સાબરકાંઠા મહિસાગર અને ખેડા જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ખરીદી કરવા માટે કુંભારવાડામાં આવે છે.

કલાના કસબી દિનેશભાઈ પ્રજાપતિ અને સચીનભાઈ મહેશભાઈ પ્રજાપતિ તેમજ નિવૃત્ત કર્મચારી પોપટભાઈ પજાપતિ ના પરિવારો દ્વારા માટીમાંથી નિર્માણ કરાયેલ 200 થી 300 જેટલી મૂર્તિઓનું બુકિંગ થઈ ગયું છે. આ મૂર્તિઓમાં રંગરોગાન કરવાનું કામ મેઘરજ આઈટીઆઈમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા તેમના પુત્ર તુષારભાઈ અને તેમના પત્ની ખુશ્બુબેન પ્રજાપતિ ચાંદી જડવાનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...