તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Earlier During The Construction Of Watrak Dam, The Old Self contained Raksheshwar Mahadev Was Submerged On The Banks Of Malpur Watrak River.

શ્રદ્ધા:અગાઉ વાત્રક ડેમનું નિર્માણ થતાં માલપુર વાત્રક નદીના કિનારે જૂના સ્વયંભૂ રક્ષેશ્વર મહાદેવ ડૂબી ગયા હતા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલપુર ગોધરા સ્ટેટ હાઇવે પર નવા રક્ષેશ્વર મહાદેવની સ્થાપના થઇ હતી

અરવલ્લી જિલ્લામાં વાત્રક નદી ઉપર વાત્રક જળાશય નું વર્ષો અગાઉ નિર્માણ થતાં માલપુરની સીમમાંથી પસાર થતી નદીના કિનારા પર જૂના સ્વયંભૂ રક્ષેશ્વર મહાદેવનું મંદિર ડુબી ગયુ હતું. પરિણામે શ્રદ્ધાળુઓ અને માલપુરના આગેવાનોની માગણીને ધ્યાનમાં રાખીને સિંચાઇ વિભાગ દ્વારા લાખોના ખર્ચે માલપુર ગોધરા સ્ટેટ હાઇવે ઉપર નવા રક્ષેશ્વર મહાદેવની સ્થાપના કરાઇ હતી. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે વાત્રક જળાશય ખાલી હોવાથી જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિર ખુલ્લા હોવાથી પવિત્ર શ્રાવણ માસમાંભૂદેવો અને શ્રદ્ધાળુઓનો ધસારો વધી ગયો છે આ છે.

મંદિરનો ઇતિહાસ માલપુરના ભૂદેવોએ જણાવ્યું કે વર્ષો અગાઉ માલપુર ગામની પૂર્વ દિશામાં આવેલા વાત્રક નદીના કિનારે ગાયો ચરતી હતી તેમાંથી એક ગાય કાયમ એક જ જગ્યાએ તેના આંચળમાંથી દૂધની ધારા છૂટતી હતી. ગ્રામજનોના સહયોગથી અહીંયા ખોદકામ કરતાં રાખ એટલે કે રખીયા માંથી સ્વયંભૂ શિવલિંગ મળ્યુ હતું. તેના ઉપરથી રક્ષેશ્વર મહાદેવ નામ પાડવામાં આવ્યું હતું.ડેમનુ નિર્માણ થતાં શિવાલય ડૂબ્યુ હતુ 50 વર્ષ અગાઉ વાત્રક ડેમનું નિર્માણ થતાં વાત્રક નદી ઉપર ડેમ નું બાંધકામ કરતાં ઉપરવાસમાં આવેલા માલપુર પાસેના સ્વયંભૂ રક્ષેશ્વર મહાદેવનું મંદિર ડૂબમાં ગયું હતું.

જળાશયમાં પાણીનું લેવલ ઉંચું આવતા ચોમાસા દરમિયાન મહાદેવને વાત્રક નદી દ્વારા જળાભિષેક થતાં શ્રદ્ધાળુઓ દૂરથી દર્શન કરી ધન્યતા અનુભવતા હતા પરંતુ ચાલુ વર્ષે વાત્રક જળાશય ખાલી હોવાના કારણે જૂના રક્ષેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...