ધનસુરા પોલીસ સ્ટેશન હદ માં બુટલેગર સાથે હપ્તાની રકમનો લેતી-દેતીનો સોશિયલ મીડિયામાં કથિત વીડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા સંજય ખરા તે ઉપરોક્ત વિડીયો સંદર્ભ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. અને આ પ્રકરણમાં કર્મીઓ દોષિત જણાશે તો તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં ધનસુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 પોલીસ કર્મી દ્વારા બુટલેગર સાથે હપ્તાની લેતીદેતી મામલે સોશિયલ મીડિયામાં કથિત વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. કથિત વીડિયો સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ ઉપરોક્ત પ્રકરણમાં ઘટના સાચી છે કે ખોટી તે દિશામાં ઊંડાણપૂર્વક પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
બુટલેગર સાથે કથિત વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા આ વીડિયોની ખરાઈ કરવા માટે પણ જિલ્લા પોલીસ વડાએ તપાસ હાથ ધરી છે. સાથે સાથે આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે કે અન્ય વિસ્તારો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે અને આ પ્રકરણમાં જો કોઈ પોલીસ કર્મી દોષિત થશે તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.