અકસ્માત:માલપુરના ટીસ્કી પાસે સાબરડેરીનું ટેન્કર પલટી મારી જતાં ચાલકનું મોત

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત રાત્રે અકસ્માત, ટેન્કર પલટતાં દૂધ વેડફાઈ ગયું
  • મેઘરજના રોલા ગામનો યુવક ટેન્કર લઇ નીકળ્યો હતો

માલપુર-મોડાસા નેશનલ હાઇવે ઉપર આવેલા ટીસ્કી ગામની સીમમાં સાબરડેરીના ટેન્કરના ચાલકે કાબૂ ગુમાવતા રાત્રે 11 કલાકે પલટી મારી જતાં મેઘરજ તાલુકાના રોલા ગામના યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે ટેન્કરમાં રહેલું દૂધ વેડફાઈ ગયું હતું. આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

માલપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી સાબર ડેરીના ટેન્કર નંબર જીજે 0 9 ઝેડ1768 નો ચાલક દૂધ ભરીને નીકળ્યો હતો. દરમિયાન મોડાસા-માલપુર નેશનલ હાઇવે ઉપર આવેલા ટીસ્કી ગામની સીમમાંથી ટેન્કર પસાર થતું હતું. તે દરમિયાન રાત્રિના 11 કલાકે ચાલક ટેન્કર ના સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા પૂરપાટ ઝડપે દોડી રહેલુ ટેન્કર અચાનક ટીસ્કી ગામની સીમમાં પલટી મારી જતાં ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટેન્કર ચાલક જયંતીભાઈ કમજીભાઈ તબિયાડ (33) રહે. રોલા તા. મેઘરજનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકના ભાઇ દિનેશભાઈ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...