મોડાસામાં શનિવારે અખિલ આંજણા કેળવણી મંડળની જનરલ સભા સત્યમ સ્કૂલ સંકુલમાં મંડળના આધ્યસ્થાપક ધારાશાસ્ત્રી હીરાભાઈ એસ.પટેલના સાન્નિધ્યમાં મળી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કર્યા મુજબ સમાજના અગ્રણી પ્રભુદાસભાઈ પટેલે જણાવ્યું કે મોડાસાના સત્યમ વિદ્યાલય સંકુલમાં જૂન.22 થી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ શરૂ કરાશે.
જેમાં પ્રથમ વર્ષે કે.જી. 1,2 થી ધો.5 સુધીના અભ્યાસક્રમ અંગ્રજી માધ્યમમાં ભણાવાશે. તે પછી ક્રમશ ધો.12 સુધીનું શિક્ષણ અંગેજી માધ્યમમાં અપાશે. વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા અંગ્રેજી માધ્યમના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે એની ઉપર ખાસ ભાર મૂકાશે. હાલ ઈંગ્લીશ મિડીયમના વર્ગો હા.સે.સ્કૂલના મકાનમાં બેસશે.
મોડાસાનું આ શૈક્ષણિક સંકુલ આજે બાળકોથી ધમધમી રહ્યું છે અને સારા શિક્ષણને લઈ બાળકો અહીંથી વિદ્યાભ્યાસ કરી ઊંચી પદવી મેળવી સમાજનું નામ રોશન કર્યું છે ત્યારે ઈંગ્લીશ મીડિયમની ખૂટતી કડીને જોડવા આજે સમાજના આગેવાનોની જાહેર સભા કરીને આગામી જૂન. 22 થી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની વાતનો પ્રસ્તાવ હીરાભાઈએ મૂકતા ઉમળકાભેર વધાવી લીધો હતો અને આ ઈંગ્લીશ મીડીયમના અદ્યતન નવા બિલ્ડીંગ માટે આજે અડધા કલાકમાં જ 15 જેટલા દાતાઓએ રૂ.1,11,000 મુજબ દાન નોંધાવતા કુલ રૂ.16,65,000 ના દાનની જાહેરાતને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી.
આ પ્રસંગે મંડળના પ્રમુખ ધારાશાસ્ત્રી ગોરધનભાઇ એમ.પટેલ,આર.જે.પટેલ સત્યમ વિદ્યાલયના ચેરમેન ભાનુભાઇ પટેલ, જાણીતા સ્ટ્રક્ચર એન્જિનિયર અમદાવાદ પંકજભાઈ પટેલ,સંઘના અધ્યક્ષ અને સત્યમ સંકુલના સંસ્થાના નવ નિયુક્ત મીડિયા સેલના કન્વીનર પ્રભુદાસભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ચીમનભાઈ પટેલે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.