તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડોડીસરાનો કુખ્યાત સુકો ડુન્ડ લાજપોરની જેલમાં ધકેલાયો

મોડાસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પર ખૂનના પ્રયાસ સહિતના ગુના

ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક અભય ચુડાસમા અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અન્વયે રીઢા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરતાં ખૂનનો પ્રયાસ અને દારૂના ગુનામાં સંડોવાયેલ ડોડીસરાના રીઢા આરોપીને પાસા હેઠળ ઝડપી સુરતની લાજપોર જેલમાં મોકલી ધકેલ્યો છે.

ભિલોડાના ડોડીસરા ગામનો સુકો ઉર્ફે ભવરલાલ બાબુભાઈ ડુન્ડ (28) ઉપર અગાઉ ભિલોડા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના તથા દુષ્પ્રેરણ ફેલાવાના ગુના નોંધાયેલ હતા. જેથી આ રીઢા આરોપીની ભિલોડા પોલીસ સ્ટેશન દ્વારા પાસાની દરખાસ્થ તૈયાર કરા ઇ હતી અને આ પાસાની દરખાસ્ત મંજુર થતા થતા અરવલ્લી પોલીસ ધ્વારા સુકો ઉર્ફે ભવરલાલ બાબુભાઈ ડુન્ડ (28) રહે.ડોડીસરાને ઝડપી પોલીસ બંદોબસ્ત સાથે સુરતની લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...