કોરોના સંક્રમણ:સાબરકાંઠામાં ડોક્ટર યુવતી, 4 બાળકો સહિત 51 સંક્રમિત, મોડાસા શહેરમાં 5 કેસ

હિંમતનગર, મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 32, ઇડરમાં 13, તલોદ અને વિજયનગરમાં 2-2, પ્રાંતિજ અને ખેડબ્રહ્મામાં 1-1 કેસ
  • સા.કાં.માં બે દિવસમાં 64 વ્યક્તિ કોરોના મુક્ત થતાં એક્ટિવ કેસની સંખ્યા 189

સાબરકાંઠામાં શુક્રવારે 51 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં તબીબી અભ્યાસ કરતી એક યુવતી સહિત 8 થી 17 વર્ષના ચાર બાળકોનો સમાવેશ થાય છે. હોટ સ્પોટ હિંમતનગરમાં 32, ઇડરમાં 13, તલોદ અને વિજયનગરમાં બબ્બે તથા પ્રાંતિજ અને ખેડબ્રહ્મા માં એક - એક કેસ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાતા એક્ટિવ કેસની સંખ્યા 189 થઇ હતી. મોડાસા શહેરમાં ગુરુવારે કોરોના પોઝિટિવના પાંચ દર્દીઓ નોંધાતાં પુરુષોના દર્દીઓની સંખ્યા 108 પહોંચી છે. શહેરના જુદાજુદા વિસ્તારોની ત્રણ મહિલાઓ અને પુરુષો સહિત પાંચ દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા. કલેક્ટરે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઉપરોક્ત સોસાયટી વિસ્તારોને તા.26 જાન્યુઆરી સુધી કન્ટેન્ટમેન્ટ જાહેર કરીને લોકોની અવરજવર પર પ્રતિબંધ કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ જાન્યુઆરી માસમાં 12 દિવસમાં 267 કેસ નોંધાઇ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં કુલ 88 નાગરિકોને કોરોના મુક્ત જાહેર કરાયા છે જેમાં છેલ્લા બે દિવસમાં 64 વ્યક્તિનો નેગેટીવ રીપોર્ટ આવતા કોરોના મુક્ત જાહેર કરાયા છે. ગુરૂવારે લીધેલ 2215 સેમ્પલ પૈકી 51 નો શુક્રવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

એપેડેમીક ઓફીસર ર્ડા.મુકેશ કાપડીયાએ જણાવ્યું કે હિંમતનગરમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા છે જ્યારે ઇડરમાં 13 કેસ નોંધાયા છે હિંમતનગર સિવિલની મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રહેતી 22 વર્ષીય યુવતી, શહેરની બેન્ક સોસાયટીમાં 12 વર્ષીય બાળકી અને રંગમહોલ સોસાયટીમાં 08 વર્ષીય બાળકી સહિત પોશીના અને નેત્રામલીમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન 24 વ્યક્તિઓ કોરોના મુક્ત જાહેર કરાયા છે. આજે નોંધાયેલ 51 કેસમાં 24 મહિલા અને 27 પુરૂષ દર્દીનો સમાવેશ થયો છે જે પૈકી એક માત્ર 74 વર્ષીય વૃદ્ધ સારવાર અર્થે દાખલ કરાયા છે.મોડાસા શહેરની સનસિટી સોસાયટીમાં રહેતા 47વર્ષીય પુરુષ અને સગરવાડામાં રહેતા 27 વર્ષીય પુરુષ, શહેરની ગીતાંજલી સોસાયટીમાં રહેતી 28 વર્ષીય મહિલા, શહેરના બુટાલ વાળા ચોકમાં રહેતી 32 વર્ષીય મહિલા તેમજ માલપુર રોડ ઉપરની પાંડુરંગ સોસાયટીમાં રહેતી 27 વર્ષીય મહિલા બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતાં મોડાસાના સ્થાનિક કક્ષાએ સારવાર લેવા છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન જણાતાં તેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં ઉપરોક્ત દર્દીઓના રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યા છે.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ 62 વર્ષીય મહિલાને ઓક્સિજનની જરૂર પડી
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલી 62વર્ષીય મહિલાની તબિયત લથડતાં ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થતાં તેને ઓક્સિજન ઉપર રખાઇ હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

સંક્રમિતો ઉંમર મુજબ

વયજૂથસંખ્યા
18-3016
31-408
41-507
51-607
60 થી ઉપર9
8 થી 174
કુલ51

બ.કાં.ના ડીસામાં સબજેલના15 કેદી સંક્રમિત
ડીસા સબજેલમાં કેદીઓને શરદી અને તાવની અસર જોવા મળતાં આરોગ્ય વિભાગ દ્વારા 23 કેદીના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 15 કેદીને એક સાથે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ડીસાની મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ સબજેલ માં એક દર્દીને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કેદીને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સબજેલ ખાતે આવેલ 23 કેદીઓના રેપિડ ટેસ્ટ કરતાં 15 પોઝિટિવ આવ્યા હતા. ]

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કેસ મહેસાણામાં 119 કેસ
ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારના 55 અને ગ્રામ્ય વિસ્તારના 64 કેસ મળી કુલ 119 કેસ નોંધાયા હતા. પાટણ જિલ્લામાં 67 અને બનાસકાંઠા જિલ્લામાં 75 કેસ કોરોનાના નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...