પોલીસની કાર્યવાહી:મોડાસામાં ઊંચા અવાજે ડીજે વગાડતાં ડીજે માલિકની અટક

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં મંજૂરી વિના ડીજે વગાડતાં પોલીસની કાર્યવાહી

મોડાસામાં બાયપાસ પર અવાજ પ્રદૂષણ થાય તે રીતે ઊંચા અવાજે ડી.જે સાઉન્ડ વગાડતાં પોલીસે ડીજેના માલિકની અટકાયત કરીને ડી.જે સાઉન્ડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતાં ડીજે માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

મોડાસા પોલીસે તા.16 નવેમ્બરને રાત્રિના સમયે શહેરના બાયપાસ એઇમ્સ હોસ્પિટલની બાજુમાં લગ્ન પ્રસંગમાં ડી.જે ના માલિક અંકિતભાઇ મહેશભાઇ ખાંટ રહે.ખલીકપુર તા.મોડાસા,જિ.અરવલ્લી કોઇપણ પ્રકારની મંજૂરી વગર ધ્વની પ્રદૂષણ થાય તે રીતે રાત્રિના ડી.જે સાઉન્ડમાં રાસ ગરબાના ગીતો જોરશોરથી વગાડતાં હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ પ્રેમજીભાઇ તાત્કાલીક પહોંચી જઇ ડી.જે સાઉન્ડ કબજે લઇ તથા ડી.જે ના માલિક અંકિતભાઇ મહેશભાઇ ખાંટને પકડી ધ નોઈઝ પોલ્યુશન એન્ડ કંટ્રોલ રૂલ્સ.2000 ઇન્વાયરમેન્ટપ્રોટેક્શન એક્ટ 1896ની કલમ 15 હેઠળ ગુનો દાખલ કરી ડીજે માલિકની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...