નિર્ણય:મોડાસામાં વકીલ પર હિચકારો હુમલો કરનારનો કેસ જિલ્લાના વકીલો નહીં લડે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને હુમલાને વખોડી કાઢ્યું

મોડાસામાં અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના સભ્ય એસ.એન.બારોટ ઉપર તેમના કેસના સામાવાળાઓ દ્વારા હિચકારો હુમલો કરતાં અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન દ્વારા હુમલાને વખોડી કાઢીને આરોપીના વકીલ તરીકે જિલ્લાના કોઈ પણ મિત્રે વકીલ પત્ર ફાઇલ કરવું નહીં તેવો સર્વાનુમતે ઠરાવ પસાર કરીને વકીલ ઉપર થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો.

અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય વકીલ એસ.એન.બારોટ ઉપર તેઓના કેસના સામાવાળા ઓ દ્વારા તા. 18 ડિસેમ્બરે હિચકારો હુમલો કર્યો હતો. જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હુમલાખોર સામે ફરિયાદ કરાઇ હતી. જેના ભાગરૂપે 20 ડિસેમ્બરે અરવલ્લી બાર એસોસિયેશનની બેઠક મળી હતી. જેમાં એસોસિએશન દ્વારા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને હુમલા કરનારાઓને સખત નસિહત થાય એવું ઠરાવવામાં આવ્યું હતું. તદુપરાંત અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ના કોઈપણ વકીલ મિત્રે આરોપી તરફે વકીલ તરીકે વકીલ પત્ર ફાઇલ કરવું નહીં તેવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...