તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અરવલ્લીની તમામ આંગણવાડીના 39700 બાળકોને ગણવેશ વિતરણ કરવાનું શરૂ કરાયું

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના હસ્તે પ્રતિકાત્મકરૂપે છ બાળકોને ગણવેશ વિતરણ કરાયું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરથી ગુજરાતના આંગણવાડીના 14 લાખ બાળકોને ગણવેશ વિતરણનો ઓનલાઇન કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં કલેક્ટરના હસ્તે બાળકોને ગણવેશ વિતરણ કરીને અન્ય બાળકોને ગણવેશ વિતરણ કરવા તખ્તો તૈયાર કરાયો છે. અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં કલેક્ટર નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા ટીટોયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કલેક્ટરના વરદ હસ્તે યોજાયેલા કાર્યક્રમાં પ્રતિકાત્મક રૂપે અરવલ્લી જિલ્લાના છ બાળકોને યુનિફોર્મ અને કીટ વિતરણ કરાઇ હતી.

અરવલ્લીના 39700 બાળકોને આંગણવાડી કાર્યક્રમ દ્વારા બાળકની ગૃહ મુલાકાત લઈને ગણવેશ વિતરણ કરાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આઇસીડીએસ શાખા દ્વારા કરાયું હતું. કલેક્ટરે આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બહેનોનની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આપણે સૌ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ અને આવા કપરા સમયમાં પણ આંગણવાડીના બાળકોને ઘરે-ઘરે જઈને કુપોષણમાંથી બહાર લાવી પોષણયુક્ત આહાર પૂરો પાડી બાળકોને સશક્ત બનાવવાનું કાર્ય કર્યુ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન આંગણવાડી કાર્યકર, તેડાઘર બહેનો ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...