તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:મોડાસામાં રસ્તાના પ્રશ્નનું નિરાકરણ ન આવતાં વિકલાંગ દંપતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

મોડાસા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પરથી પસાર થવામાં પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતાં
  • મોડાસામાં ટાઉનહોલમાં મુખ્યમંત્રીના મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ પહેલા દંપતી જ્વલન સીલ પદાર્થ ભરેલું ડબલું લઈને પહોંચતાં મોડાસા ટાઉનપોલીસે બંનેની અટકાયત કરી

શહેરના કડિયાવાળામાં આવેલા બોરડીકૂવા પાસે રહેતા વિકલાંગ દંપતીએ રસ્તા પરથી પસાર થવા બાબતે પડતી મુશ્કેલઓ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતાં ટાઉનહોલમાં યોજાનાર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ પહેલા આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. ટાઉન પોલીસે સમયસર દોડી જઈ દંપતી પાસે રહેલું જ્વલનશીલ પદાર્થનું ડબલું કબજે લઇ બંને સામે અટકાયતી પગલાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

બોડીકૂવા વિસ્તારમાં રહેતા વિકલાંગ દંપતી અલ્પાબેન આશુભાઈ અજવાણી પોતાના ઘર આગળ રસ્તાના મામલે છેલ્લા કેટલાય સમયથી સત્તાવાળાઓને રજૂઆત કરતાં આવ્યા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે દંપતીને ઘર નજીક રસ્તા પરથી અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતાં વિકલાંગ દંપતી મોડાસા ટાઉનહોલમાં યોજાનાર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ પહેલા ત્યાં પહોંચી દંપતી આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા ટાઉન પોલીસે દંપતી પાસે રહેલું જ્વલનશીલ પદાર્થનું ડબલુ કબજે લઇ દંપતીની અટકાયતી પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...