તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોમાં ફફડાટ:બાયડના ઓઢા પાસે દીપડીનો બચ્ચા સાથે પડાવ, ઓઢા તલાવડી ખરાબા વિસ્તારમાં બકરા ચરાવતાં માલધારીએ બોરડીના ઝાડવાને ખંખેરવાનો પ્રયાસ કરતાં હુમલાનો પ્રયાસ કર્યો

મોડાસા, બાયડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
દીપડી તેના બચ્ચા સાથે વસવાટ કરતી હોવાનું બહાર આવતાં ગ્રામજનો ખેતરમાં દોડી ગયા હતા. - Divya Bhaskar
દીપડી તેના બચ્ચા સાથે વસવાટ કરતી હોવાનું બહાર આવતાં ગ્રામજનો ખેતરમાં દોડી ગયા હતા.
 • ગાબટથી નાસી છૂટેલા દીપડાની શોધખોળ દરમિયાન ઓઢા ખરાબા તળાવડી જંગલ વિસ્તારમાં દીપડી તેના બચ્ચા સાથે વસવાટ કરતી હોવાનું વન વિભાગના ધ્યાને આવ્યું

બાયડના ગાબટમાંથી ગત સપ્તાહે રેસ્ક્યુ દરમિયાન દીપડો વનવિભાગને થાપ આપી ભાગી છૂટતા વનવિભાગે ઉપરોક્ત વિસ્તારમાં ગામડા અને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન બાયડના ઓઢા તલાવડી જંગલ વિસ્તારમાં બકરા ચરાવી રહેલા માલધારી પર દીપડાએ હુમલાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. વનવિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં દીપડી બચ્ચા સાથે વસવાટ કરતી હોવાનું બહાર આવતા દીપડી અને બચ્ચું સુરક્ષિત રહે તેમજ કોઈના ઉપર હુમલો ન કરે તે માટે વનવિભાગના ડી.એફ.ઓ કનકબેન ચાવડાની સૂચનાથી બાયડ માલપુર વન અધિકારી મધુબેન ખાંટ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

ઓઢા તલાવડી ખરાબા વિસ્તારમાં શુક્રવારે બકરા ચરાવી રહેલા માલધારી વશરામભાઈએ બોરડીના ઝાડવાને બકરાઓના ચરામણ માટે વાંસીથી બોરડીના ઝાડવાને ખંખેરવાનો પ્રયાસ કરતાં તેમના ઉપર હુમલાનો પ્રયાસ કરતાં માલધારી જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. ભરવાડ સમાજના અગ્રણી થોભાભાઈ વિસાભાઇ ભરવાડ ગોતાપુર કંપાનાએ જણાવ્યું કે ઉપરોક્ત વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની વાત વહેતી થતાં માલધારીઓ અને પશુપાલકો તેમજ ખેડૂતોમાં ભય ફેલાયો છે.

ગાબટમાં દેખાયેલો દીપડો ગાબટ, ઉભરાણ, ગોતાપુર, પ્રાંતવેલ, કલાજીના મુવાડા ઓઢા તેમજ સાઠંબા પંથકમાં અંદાજે 5 થી 7 કિલોમીટરના વિસ્તારમાં ફરતો હોવાનું જાણવા મળ્યું છે.વાઈલ્ડ લાઈફ નિષ્ણાંત તથા ગ્રામજનો એ જણાવાયું છે કે ઓઢા ડુંગરી વિસ્તારમાં દીપડી 6 મહિનાની ઉંમરના બાળ દીપડા સાથે વસવાટ કરી રહી છે. એક સપ્તાહમાં બીજી વખત દીપડો દેખાતા વગડો ચેરીટેબલ ટ્રસ્ટ અને વનવિભાગ દ્વારા ગ્રામ્ય પંથકના લોકોમાં જાગૃતિ આવે અને વિસ્તૃત સમજણ કેળવાય તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો