ભક્તોની ભીડ:કાર્તિકેય ઉત્પત્તિ એકાદશીએ શામળાજીમાં ભક્તો ઊમટ્યા

મોડાસા,શામળાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજી વિષ્ણુ મંદિરે કાર્તિકેય વદ અગિયારસને ઉત્પત્તિ એકાદશીએ વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે શામળાજીમાં દિવસ દરમિયાન મેળા જેવો માહોલ રહ્યો હતો શામળાજીના બજારમાં દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ રહી હતી. ભગવાન શામળીયાને અલંકારિક વસ્ત્રો અને હીરા માણેક જડિત આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. હિંમતનગર- શામળાજી ઉદેપુર નેશનલ હાઇવેને છ માર્ગીય બનાવવાની કામગીરી દરમિયાન શામળાજીમાં ડાયવર્ઝન અપાતાં વાહનોની લાંબી કતાર લાગી હતી. એકબાજુ શામળાજીમાં દર્શનાર્થીઓ ની મોટી સંખ્યામાં અવરજવર શરૂ થઇ હતી તે દરમિયાન હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અલ્પેશ પટેલ

બજારમાં ભીડ
બજારમાં ભીડ
અન્ય સમાચારો પણ છે...