તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેડૂત આંદોલનને લઇ ચક્કાજામ પહેલા જ અરવલ્લી જિલ્લા કિસાનસભા અને એસએફઆઇના કાર્યકરોની અટકાયત

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લા કિસાનસભાના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. - Divya Bhaskar
અરવલ્લી જિલ્લા કિસાનસભાના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
 • ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ચક્કાજામનું એલાન અપાયું હતું, મોડી સાંજે તમામને મુક્ત કરાયાં

દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ચક્કાજામની ચીમકી ઉચ્ચારતાં પોલીસે આંદોલનને વેગ ન મળે અને અરાજકતા ન ફેલાય તે માટે અરવલ્લી જિલ્લાના કિસાનસભા અને એસએફઆઇના મહિલા સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ નક્કી કરાયું હતું. જેના ભાગરૂપે મોડાસામાં ગુજરાત કિસાન સભા અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી રસ્તા રોકો આંદોલન કરતાં પહેલા સીઆઈટીયુના રાજ્ય મંત્રી ડી. આર. જાદવ તથા બાબુસિંહ રાઠોડની અટકાયત એલસીબી દ્વારા કરાઇ હતી. તેમજ એસએફઆઇના અરવલ્લી જિલ્લા કન્વીનર માનસી રાવલની ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી.

પોલીસે ઠેરઠેર બંદોબસ્ત ગોઠવ્યો.
પોલીસે ઠેરઠેર બંદોબસ્ત ગોઠવ્યો.

ડી.આર.જાદવે જણાવ્યુ કે રૂપાણીની સરકાર અને કેન્દ્રની મોદી સરકાર ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા વિરુદ્ધ કિસાનો તરફથી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન ને ગુજરાતના ખેડૂતો સમર્થન ના કરે અને ગુજરાત મોડલનો પર્દાફાશ કરી ગુજરાતના ખેડૂતોની મોદી સરકારમાં દુર્દશા થઈ છે. તે દેશની જનતા ના જાણે તે માટે તેમજ ખેડૂતોનો અવાજ દબાવવા માટે બંધારણમાં વિરોધ પ્રદર્શન કરવાના આપવામાં આવેલા અધિકાર મોદી સરકારની પોલીસ દ્વારા છીનવાઈ રહ્યો છે. પોલીસે સાંજે અટકાયતી લોકોને મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો