તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્તિપ્રદર્શન:કોંગી ધારાસભ્ય જશુભાઈ પટેલ વિરુદ્ધ થયેલ ફરિયાદ રદ કરાવવા માટે મોડાસામાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માલપુરમાં નાગરિક બેન્કની સભામાં ભાજપ યુવા મોરચાના મહામંત્રીને મારવા મુદ્દે ફરિયાદ નોંધાઇ છે
 • ભાજપ દ્વારા દ્વારા પોલીસ પર દબાણ લાવી લૂંટ, ધાડ અને મારની ફરિયાદ નોંધાઇ છે: કોંગ્રેસ

માલપુરમાં નાગરિક બેન્કની સભામાં ભાજપ યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલને મારતાં બાયડ-માલપુરના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ વિરુદ્ધ માલપુર પોલીસમાં લૂંટ અને મારધાડની ફરિયાદ નોંધાતાં આ ફરિયાદ ખોટી છે તે રદ કરવા ગુરુવારે મોટી સંખ્યામાં મોડાસામાં કાર્યકરો અને ધારાસભ્યના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ઉમટી પડ્યા હતા અને શક્તિ પ્રદર્શન કરીને ખોટી ફરિયાદ રદ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

કલેક્ટરને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી, પૂર્વ જિલ્લા સદસ્ય માનવેન્દ્રસિંહ માલપુર લેઉવા પાટીદાર સમાજના અગ્રણી ડી.એમ.પટેલ સહિતે આપેલા આવેદનમાં જણાવ્યું છે કે ધારાસભ્ય જશુભાઈ પટેલ માલપુર નાગરિક બેંકના ચેરમેન તેમજ યાર્ડના ચેરમેન છે. ભાજપના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ પોલીસ પર દબાણ લાવીને ધારાસભ્ય પર લૂંટ અને માર ધાડ જેવી ખોટી બાબતની ઉપજાવી કાઢેલી છે. ફરિયાદ બીજેપીના યુવા પાંખના હોદ્દેદાર દ્વારા દાખલ કરાઇ છે. જેના પિતા માલપુર નાગરિક બેંકના ડિફોલ્ટર હોવાનું પણ આવેદનમાં જણાવ્યું હતું.

ધારાસભ્ય સામે ગુનો દાખલ થતાં ગૃહમાં પ્રશ્ન ઉછળ્યો
માલપુર પોલીસમાં 22 માર્ચે ધારાસભ્ય જશુભાઇ પટેલ પર ગંભીર ગુનો દાખલ કરતાં તેમણે ગૃહમાં રજૂઆત કરી હતી. મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રજૂઆત કરતા સમગ્ર મામલામાં ગૃહમંત્રીએ ઘટતું કરવા ખાતરી આપી હતી. ગૃહમાં જશુ પટેલે જણાવ્યું હતું કે હું 5 હજાર મણ ઘઉં નું ઉત્પાદન કરવા વાળો ખેડૂત છું. તદઉપરાંત ગૌશાળાઓ અને વાલ્મિકી સમાજમાં અન્ય ધાર્મિક સ્થળોમાં પણ હું દાન કરું છુંલૂંટ અને મારધાડની ફરિયાદ નોંધાઇ છે ગૃહસભ્ય તરીકે મારે કોને ફરિયાદ કરવી આવી ખોટી ફરિયાદથી માથું શરમથી ઝૂકી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો