માંગ:વૈડી ડેમમાંથી વાત્રક નદીમાં પાણી છોડવા માલપુર અને મેઘરજના ખેડૂતોની માંગણી

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના પરસોડા પંથકના ખેડૂતોએ વાત્રક નદીમાં બેસી પાણી માટે રામધૂન બોલાવી
  • વૈડી​​​​​​​ ડેમમાંથી વાત્રક નદીમાં પાણી છોડવા સિંચાઇ વિભાગનો સ્પષ્ટ નનૈયો

માલપુરના પરસોડા ગામ તથા આસપાસના મેઘરજ તાલુકા સહિતના ખેડૂતો દ્વારા ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં વૈડી ડેમમાંથી પાણી છોડવા માંગ કરી હતી. માલપુરના પરસોડામાં માલપુર તાલુકાના અને મેઘરજના ગામડાના ખેડૂતોએ નદીમાં બેસી કરી રામધૂન બોલાવી વાત્રક નદીમાં પાણી છોડવામાં માગ કરી હતી. સિંચાઇ વિભાગે જણાવ્યું કે વૈડી ડેમમાંથી વાત્રક નદીમાં પાણી છોડાય તેવી કોઈ પરિસ્થિતી નથી.

ઉપરવાસમાં ઓછા વરસાદથી અત્યારથી જ વાત્રક નદી અને નાળા સૂકાઈ ગયા છે પરિણામે વાત્રક નદી કિનારાના ગામડામાં ભૂગર્ભ જળ નીચા જતાં ખેડૂતો માટે મુશ્કેલી સર્જાવાના એંધાણ ઉભા થયા છે. ઉપરોક્ત તાલુકા વિસ્તારના 200 થી પણ વધુ ખેડૂતોની 2500 થી 3000 હજાર હેક્ટરમાં કરેલ વાવેતરને હવે પાણીની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

ત્યારે હાલ વાત્રક નદીનો ઉપરવાસનો વિસ્તાર સૂકો ભટ ભાસી રહ્યો છે. નદી સૂકાઈ ગઈ હોવાથી આસપાસના બોર કૂવામાં પણ પાણીનું લેવલ ઘટી નીચું ગયું છે. વૈડી ડેમમાંથી પાણી વાત્રક નદીમાં છોડાય તો મેઘરજ પછીના વાત્રક નદી કિનારાના તમામ ગામો ના ખેડૂતોને પાણી મળી શકે.

ડેમમાંથી વાત્રક નદીમાં પાણી છોડાય તેમ નથી
સિંચાઈ વિભાગના અધિકારી નિરવભાઈએ જણાવ્યું કે વૈડી ડેમની નાની સિંચાઈ યોજનામાં હોવાથી અને તેના પાણીથી મેઘરજ તાલુકાના ખેડૂતોની 250 હેક્ટર જમીન સિંચન થાય છે જળાશયમાંથી વાત્રક નદીમાં પાણી છોડાઈ તેવી સ્થિતિ નથી.

અન્ય સમાચારો પણ છે...