આક્રોશ:ભિલોડાની વાદિયોલ પં.માં મતદાન મથક અલગ કરવાની માગણી 10 વર્ષથી ન સંતોષાતાં આક્રોશ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાદિયોલ પ્રા. શાળામાં મહિલાઓની લાંબી કતાર લાગી હતી - Divya Bhaskar
વાદિયોલ પ્રા. શાળામાં મહિલાઓની લાંબી કતાર લાગી હતી
  • મતદાન પ્રક્રિયા ધીમે ચાલતા મતદારો કલાકો સુધી કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા

ભિલોડાની વાદિયોલ પંચાયતની ચૂંટણીમાં એક જ મતદાન મથક ઉભું કર્યું હોવાનો આક્ષેપ કરીને મતદારોને મતદાન કરવા કલાકો સુધી લાંબી લાઈનની કતારમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. પરિણામે મહિલા અને પુરુષ મતદારો અકળાઈ ઉઠ્યા હતો. વર્ષોની મતદાન મથકો જુદા પાડવાની માંગણી ન સંતોષાતા ગામજનોએ આગામી વિધાનસભા પહેલા મતદાન મથકો જુદા ઉભા કરવા માગ કરી હતી.

વાદિયોલ પંચાયતમાં આવતા નવાઘરાનો ચૂંટણી મતદાન બૂથ અલગ કરવા તેમજ વજાપુરના દાંતિયાનો મતદાન મથક જુદા ઉભા કરવા છેલ્લા 10 વર્ષ ઉપરાંતના સમયથી ગ્રામજનોની માગણી ઉઠી છે અને આ અંગે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓને પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ જુદા મતદાન મથકો ઉભા ન કરાતા મતદારોને મતાધિકાર નો ઉપયોગ કરવા કલાકો સુધી તપશ્ચર્યા કરવાની ફરજ પડી હતી. 1100 જેટલા મતદારોનું એક જ વાદીઓલ પ્રાથમિક શાળા મતદાન મથક ઉભુ કરાયું હોવાથી મતદારોએ પરેશાનીનો સામનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...