તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉભરાણમાં તળાવ પાસે અને ગોતાપુર થ્રી ફેઝ વીજ લાઈનનું મરામત કરવા માંગણી

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવંત વીજ વાયરથી પંથકના ખેડૂતોમાં અકસ્માતની સંભાવના

બાયડના ગોતાપુર, ઉભરાણ ગામ સુધીની વીજ લાઈનની મરામત કરવા ખેડૂતોની અને પ્રજાની માગણી ઉઠી છે. ઉભરાણ ગોતાપુર રસ્તા ઉપરથી પસાર થતી વીજ કંપનીની જીવંત વીજ લાઈન વૃક્ષોમાંથી જોખમી રીતે પસાર થાય છે. પરિણામે ખેડૂતો અને લોકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

સાઠંબા સબડિવિઝન હસ્તકના ઉભરાણ ગોતાપુર રોડ પર પસાર થતી વીજ લાઈન નું મરામત ન કરતાં ઉભરણ તળાવ કિનારા પરની ડીપીમાંથી પ્રાતવેલ રોડ ઉપર પસાર થતી જીવંત વીજ લાઈનના તાર રસ્તા ઉપર બાજુમાં આવેલા વૃક્ષમાંથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. આ અંગે સાઠંબા યુજીવીસીએલના અધિકારીઓને વારંવાર લેખિત માં રજૂઆત પણ કરાઇ છે. પરંતુ વીજ કંપની દ્વારા ઘટતી કાર્યવાહી ન કરતાં ન લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

પ્રાતવેલ સરપંચ અને બાયડ તાલુકા સરપંચ એસો.પ્રમુખ અશોકભાઇ ઠાકોરે જણાવ્યું કે ઉભરાણ તળાવ પાસે પ્રાંતવેલ રોડ ઉપર વીજ લાઈન જોખમી હોવાના કારણે વીજકંપનીમાં અગાઉ રજૂઆત કરાઇ હતી. પરંતુ આજ દિન સુધી કાર્યવાહી કરાઇ નથી. ગોતાપુર સરપંચ અશોકભાઈ રામસીભાઈ ભરવાડે જણાવ્યું કે પ્રાંતવેલ રોડથી ગોતાપુર રોડ ઉપર ઉભરાણની સીમમાં ડીપીમાંથી પસાર થતી વીજ લાઈનના જીવંત વીજ વાયર ગોતાપુર રોડ પર લોકોના માથે મોતની માફક લટકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...