આવેદન:દધાલીયામાં શાળા-નં.1 માં મર્જ પ્રા.શાળાને પુનઃ શરૂ કરવા માગ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસાના દધાલીયામાં અનુસૂચિત જાતિના બાળકોને અભ્યાસ માટે દૂર સુધી જવું પડતું હોવાથી અને ચોમાસામાં બાળકો વરસાદી પાણીમાં અકસ્માતનો ભોગ બનતા હોવાથી બાળકોના વાલીઓએ અગાઉ શાળા નંબર એકમાં મર્જ કરેલી પ્રાથમિક શાળા-3 માં પુન: અભ્યાસક્રમ શરૂ કરવા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

આવેદન મુજબ ગામમાં 1987માં દધાલીયા શાળા- 3 શરૂ કરાઇ હતી. ત્યારબાદ જૂથ નંબર શાળા-1 માંથી અલગ કરતાં બાળકોને દધાલીયા શાળા-1 માં જવા અડધો કિમી ઉપરાંત ચાલવાની ફરજ પડે છે. તદુપરાંત ચોમાસામાં ગામની સીમમાં ડુંગરમાંથી વરસાદી પાણી જાહેર રસ્તા ઉપર પાણી વહેતું હોવાથી અગાઉ બાળકો અને વાલીઓ પાણીના પૂરમાં ખેંચાઇ જવાના પણ કિસ્સા નોંધાયા છે. દિન 7 માં અનુસૂચિત જાતિના બાળકોના હિતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો નહીં બાળકોના વાલીઓ અને માતાઓએ કચેરી આગળ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...