રજૂઆત:મોડાસા પંથકના 2 હજારથી વધુ ખેડૂતોને રેલવે સંપાદિત જમીનનું યોગ્ય વળતર ચૂકવવા માંગ

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો વતી અરવલ્લી જિલ્લા સહકારી આગેવાન શામળભાઇ પટેલે CM ને રજૂઆત કરી
  • ખેડૂતોને જે તે જમીનની જંત્રી મુજબ ચૂકવણી કરાતાં આક્રોશ, હાલના ભાવે વળતર આપવા માંગ

મોડાસા થી હિંમતનગર ઉદયપુર શામળાજી રેલવેને જોડતી નવી રેલવે લાઇનમાં અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના બે હજાર કરતાં વધુ ખેડૂતોની 450 વીઘા કરતા વધુ જમીન રેલવેમાં સંપાદિત કરાઇ છે. પરંતુ ખેડૂતોને જે તે જમીનની જંત્રી મુજબ ચૂકવણી કરાતાં ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ખેડૂતો ની મહામૂલી જમીન નું આજના બજાર ભાવ મુજબ વળતર મળે તે માટે ખેડૂતોએ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને પણ આ મુદ્દે લેખિતમાં રજૂઆતો કરતા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગજાનંદભાઈ પટેલે વળતર પ્રશ્ને જે વિસંગતતા જેવા વળતરના ધોરણો છે. એમાં વહીવટી તંત્ર દ્વારા બાબા આદમના વખતના દરોને બદલે ખેડૂતોને સન્માનજનક યોગ્ય વળતર મળે એ માટે સરકાર સમક્ષ રાવ નાંખી છે. પરંતુ જમીન સંપાદન થયા બાદ હજુ કોઈ જ પ્રતિભાવ મળ્યા ન હોવાથી જમીનો ગુમાવનાર ખેડૂતોની પોતાની મોંઘીદાટ અને મહામૂલી જમીનો આમ પાણી મૂલે રેલવેમાં આપવા અને એનું હાલનું મામુલી વળતર ન સ્વીકારવા ખેડૂતોએ નિર્ણય કર્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતની જમીન રોડમાં જાય કે રેલવેમાં જાય જમીન એની એ જ છે તો રોડ માટે અલગ અને રેલવે માટે અલગ વળતરનું ધોરણ એ પણ અન્યાય જ છે. જ્યાં પણ જમીન જાય એ જમીન એ એનું મૂલ્ય ક્યાં જાય છે એના ઉપર હોતું નથી પણ ખેડૂત પોતાની જમીન ગુમાવે છે એને તો અલગ અલગ ધોરણો નહીં અપનાવતા એક જ ધોરણ હોવું જોઈએ એવી પણ રજૂઆત છે. આ અંગે પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને અરવલ્લી જિલ્લાના સહકારી આગેવાન શામળભાઇ પટેલે પણ ખેડૂત હોદ્દેદારોના પ્રતિનિધિ સાથે પ્રદેશ કક્ષાએ અને સાંસદો દ્વારા મંત્રીઓને પણ રજૂઆતો કરાઇ છે..

અન્ય સમાચારો પણ છે...