તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પશુપાલકોને ભાવ વધારો વહેલો આપવા, ખેડૂતોને કેસીસીની મુદત વધારવા માંગ

મોડાસા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક કો.ડિરેક્ટરને રજૂઆત કરાઈ

સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ પશુપાલકો અને ખેડૂતોના હિતમાં યોગ્ય કરે તે માટે આવેદનપત્ર ડિરેકટરને અપાયું હતું. એમ.ટી બિલમાં ભાવ વધારો વહેલો આપો, કે.સી.સી ધિરાણ સહિતના ધિરાણની વ્યાજ માફી આપી 3 મહિનાની મુદત વધારો કરવા માટે ખેડૂતોની માંગણી ઉઠી છે. અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક કો.ડિરેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. કોરોના મહામારી એક વર્ષ ઉપરાંતના સમયથી ચાલી રહી છે.

2021માં કોરોનાના મહામારીમાં ગામડાઓમાં સંકમણના લીધે કેટલાંય લોકો હોમકોરોન્ટાઈન છે. સારવાર માટે હોસ્પિટલમાં મહામુસીબતે સારવાર લ‌ઈ રહ્યા છે. બજાર અને માર્કેટો બંધ રહેતાં ઉપજ કરેલ થોડો ઘણો માલ પણ ક્યાં વેચવા જવો એ પ્રશ્ન બનવા પામ્યો છે. તમામ રીતે લોકો અને ખેડૂતો પશુપાલકો પરેશાનીઓ ભોગવી રહ્યા છે. સામાન્ય વહેવારો ચલાવવા કે દવાદારૂ કરાવવાના ફાંફાં પડી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની મોખરેની સંસ્થાઓ સાબરડેરી અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીએ ખેડૂતો પશુપાલકો ના હિતમાં આગળ આવવાની જરૂર છે.

આ અંગે ખેડૂતો માંગણી અને આશા અપેક્ષાથી માંગણી કરી રહ્યા છે કે સાબર ડેરીએ દિવાળી પહેલા એટલે કે તા 21/4/2021થી તા 30/4/21ની એડવાન્સ આપે અને એમ ટી બિલો મારફતે ગ્રાહકોને વહેલી આપવી તેમજ ભાવ વધારો સહિતના પશુપાલકોના હક્કના નાણાંની રકમ પણ વહેલા આપવામાં આવે તો પશુપાલન કરતા તમામ પશુપાલકો અને ખેડૂતોને રાહત થાય તેમ છે. એ જ રીતે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે પણ ખેડૂતો દ્વારા લીધેલ ખેતી વિષયક ધિરાણ અને કે.સી.સી લોનનું વ્યાજ માફ કરી ચારેક મહિનાની મુદત વધારી આપવાની પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ખેડૂતોનું સંપૂર્ણ વ્યાજ માફ આપી ખેતી કરવા નવીન ધિરાણની કોઈ યોજનાથી લાભ આપવામાં આવે એવી પણ માંગ ખેડૂતો બેન્કના નિયામક મંડળ પાસે કરી રહ્યા છે. આ અંગેનું આવેદનપત્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી સાબરડેરી તથા સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી હિંમતનગરને આપનાર હોવાનું ખેડૂતો અને ખેડૂત આગેવાનો ડાહ્યાભાઈ ખાંટ ખાલીકપુર સેક્રેટરી દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો