તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:માલપુરના વાંકાનેડા-ચંદસર રોડ વચ્ચે આવેલા વાઘા ઉપર ડીપ બનાવવા માંગ

મોડાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાઘામાં કાયમી પાણી ભરાતાં વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પસાર થવામાં મુશ્કેલી

માલપુર તાલુકાના વાંકાનેડા ચંદ્રસર ગામને જોડતા જાલમખાંટ પાસેથી પસાર થતાં રસ્તા વચ્ચે આવેલા વાઘા ઉપર કાયમી પાણી ભરાઈ રહેતાં વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી ઉપરોક્ત રસ્તા ઉપર રોડના લેવલે ડીપ બનાવવા માટે ગ્રામજનોની માગણી ઉઠી છે.

માલપુરના વાંકાનેડા, જાલમખાટ અને ચંદસર રોડ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાઈ રહે છે. ચોમાસાની સિઝનમાં અહીંયા કેડસમા પાણી ભરાઈ રહેતું હોવાથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને તેમજ વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તદુપરાંત ઉપરવાસમાં વાત્રક ડાબા કાંઠાની નહેરનું પાણી વાઘામાં આવતું હોવાથી શિયાળા અને ઉનાળામાં પણ રસ્તા વચ્ચે પાણી ભરાઇ રહે છે. પરિણામે અનેકવાર બાઈક,સાઈકલ, રિક્ષા સ્લીપ મારતાં હોવાથી અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. રોડ લેવલથી ભરાઈ રહેલું પાણી પાંચથી 7 ફૂટ જેટલું નીચાણવાળા ભાગમાં હોવાના કારણે ખેડૂતોને બળદગાડા અને સાધન લઈને નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉચ્ચ અભ્યાસ અર્થે મોડાસા અથવા બાયડ,ગાબટ, ઉભરાણ જતા વિદ્યાર્થીઓને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેથી સત્તાવાળાઓ દ્વારા સત્વરે ચંદસર-વાંકાનેડા માર્ગ વચ્ચે આવેલા વાઘા ઉપર ડ્રીપ બનાવવા પ્રજાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો