પાણીની આવક:મોડાસાના માઝૂમ ડેમમાંથી સિંચાઇ માટે 50 ક્યૂસેક પાણી છોડાતાં ખુશી

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા, ધનસુરાના 35 થી વધુ ગામોમાં 4710 હેક્ટરમાં સિંચનને લાભ

અરવલ્લી જિલ્લામાં ચોમાસુમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મોડાસાના માઝૂમ જળાશયમાં પાણીની આવક થઇ હોવાનું નોંધાયું હતું. પરિણામે શિયાળુ સિઝનના રવિ પાક માટે માઝૂમ જળાશય સત્તાવાળાઓ દ્વારા રવિવારની વહેલી સવારે શહેરમાં 50 પાણી છોડાતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતાં આ જળાશયના પાણીથી ખેડૂતોની 4710 હેક્ટર જમીન સિંચાઇ થવાની ખેડૂતોને આશા બંધાઈ છે.

અરવલ્લી જિલ્લામાં નહિવત માત્રામાં વરસાદ પડતાં ગત વર્ષની સરખામણીએ ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતાં જળાશયોમાં 50 ટકા ઉપર જથ્થો હોવાનું નોંધાયું છે. ખેડૂતોને સમયસર સિંચન માટે પાણી મળે તે માટે અગ્રણીઓએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. પરિણામે તા. 14 નવેમ્બરને રવિવારે વહેલી સવારે નહેરમાંથી સિંચાઈ સત્તાવાળાઓ દ્વારા 50 ક્યૂસેક પાણી છોડાયું છે.

શિયાળુ સિઝનમાં સમયસર પાણીનો તબક્કો શરૂ કરાતાં ખેડૂતોના દિવેલા, વરિયાળી અને કઠોળના પાકો માટે પાણી ફાયદાકારક નિવડ્યું છે. બીજી બાજુ શિયાળુ સિઝનમાં બટાકાના પાકની વાવણી તેમ જ ઘઉં અને મકાઈ તેમજ ચણાની વાવણી માટે ખેડૂતોએ સિંચન શરૂ કર્યું છે. મોડાસાના માઝૂમ જળાશયથી મોડાસા અને ધનસુરા તાલુકાના 35 કરતાં વધુ ગામડાનાં 1500 જેટલા ખેડૂતોની 4710 હેક્ટર જમીન સિંચન થાય છે. છેવાડાના ખેડૂતો સિંચન કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...