તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:ભિલોડાના બાવળીયા ગામ દીપડાએ 9 બકરાંનું મારણ કરતાં ભયનો માહોલ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
6 ફૂટ ઉંચી દીવાલ કૂદીને દીપડા વાડામાં ઘુસી 9 બકરાઓનું મારણ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. - Divya Bhaskar
6 ફૂટ ઉંચી દીવાલ કૂદીને દીપડા વાડામાં ઘુસી 9 બકરાઓનું મારણ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
  • દીપડાના આતંકથી ખડૂતોમાં અને આજુબાજુના ગામડાઓમાં ભયનો માહોલ
  • દીપડો વાડાની 6 ફૂટથી વધુ ઉંચી દીવાલ કૂદી વાડામાં ઘૂસી આવ્યો હતો

ભિલોડા તાલુકાના બાવળિયામાં શનિવારે રાત્રે સમયે મકાનની બાજુમાં આવેલા વાડામાં છ ફૂટ ઉંચી દીવાલ કૂદીને દીપડો ઘુસી ગયો હતો અને તેણે બાંધેલા 9 બકરાઓનું મારણ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા.ઘટનાના પગલે ભિલોડાના ટોરડા વનવિભાગના અધિકારી કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં વસવાટ કરતા દીપડા હવે માનવ વસવાટ તરફ વળતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

ત્યારે ભિલોડા તાલુકાના બાવળિયા ગામમાં આશાબેન વાલજીભાઈ ડામોરના ઘરના પાછળ ભાગે આવેલા વાડામાં 10 બકરા બાંધેલા હતા. શનિવારની રાત્રે દીપડો 6 ફૂટથી વધુ ઉંચી દીવાલ કૂદી વાડામાં ઘૂસી આવ્યો હતો અને 9 બકરાનું મારણ કરી પલાયન થઈ ગયો હતો. પશુપાલક મહિલા વહેલી સવારે ઉઠી વાડામાં જોતા ગળાના ભાગે તેમજ પેટમાં દિપડાએ બચકા ભરેલી હાલતમાં 9 બકરા મૃત હાલતમાં જોવા મળતા મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. દીપડાએ બાવળીયા ગામે 9 બકરાનું મારણ કરતા પશુપાલક મહિલા આઘાતમાં સરી પડ્યા હતા.

બાવળીયા ગામમાં દીપડાના આતંકથી ખડૂતોમાં અને આજુબાજુના ગામડાઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો સમગ્ર ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગના ફોરેસ્ટ અધિકારી વી.એસ. પરમાર બાવળીયા ખાતે દોડી ગયા હતા અને ત્યાં આગળ દીપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા ડામોર પરિવારને સહાય મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તદુપરાંત દીપડો કઈ દિશામાં ગયો છે તે અંગે પણ તપાસ હાથ ધરી ને તેને ઝબ્બે કરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે

દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી ગામલોકોની માંગ
બાવળીયા ગામના સ્થાનીક અગ્રણી ખેડૂત પી.ડી અસારી અને લોકોના જણાવ્યા અનુસાર બાવળીયા, રતનપુરી સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવી એકલ દોકલ પશુઓનું મારણ કરી રહ્યો છે. લોકો ઘરની બહાર નીકાળવામાં અને ખેડૂતો રાત્રે ખેતીનું રખોપુ કરવા જતા પણ ગભરાઈ રહ્યા છે. વનવિભાગ તંત્ર દ્વારા સત્વરે દીપડાને પાંજરે પુરવામા આવેની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો