તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ વધતા:સંક્રમણ અટકાવવા મોડાસા ITI 10 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આઈટીઆઈમાં પ્રેક્ટિકલ અને એન્જિનિયરીંગના વર્ગ તાત્કાલિક ધોરણે બંધ રાખવા આદેશ કરાયો

કોરોનાનું વધતું જતું સંક્રમણ ધ્યાને લઇને શ્રમ અને રોજગાર વિભાગના આદેશથી મોડાસાની આઈ.ટી.આઈ કોલેજને તારીખ 10 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે. જેના પગલે બુધવારથી જ આઈ.ટી.આઈમાં આવતા તાલીમાર્થીઓને જાણ કરી હતી આઈ.ટી.આઈમાં પ્રેક્ટિકલ અને એન્જીનીયરીંગના વર્ગ બંધ કર્યા છે. તદુપરાંત તાલીમાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા શાળા,કોલેજમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે ત્યારે મોડાસાની આટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આઈટીઆઈ બંધ રાખવાનો આદેશ કરાતા મોડાસાની આઈટીઆઈને તા.10 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે વિદ્યાર્થીઓને તાલીમાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા માટે સમ અને રોજગાર વિભાગના સૂચન મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો