ચૂંટણી ટાણે મોત:ભિલોડાની મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્યનું ચૂંટણી ફરજ દરમિયાન મોત

અરવલ્લીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • આચાર્યને મદદ મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નવા વેણપુરમાં મૂકાયા હતા, મોડી રાત્રે હૃદયરોગનો હુમલો થયો​​​​​​​

ભિલોડાની મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પરમારને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે શામળાજી પાસેના નવાવેણપુર મતદાન મથક ઉપર મૂક્યા હતા. જ્યાં મોડી રાત્રે આચાર્યને હૃદયરોગનો હુમલો તેમને સારવાર મળે તે પહેલાં જ આવતાં ઘટનાસ્થળે દુઃખદ અવસાન થતાં ઘટનાના પગલે અધિકારીઓ અને શિક્ષકો દોડી આવ્યા હતા આ મામલે શામળાજી પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડાના મૂળ ચોરીમાલા અને તાલુકાની મલેકપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર રતિલાલ પરમારને પંચાયતોની ચૂંટણીમાં મદદ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરાતાં તેઓ શનિવારે શામળાજી પાસેના નવાવેણપુરની પ્રાથમિક શાળામાં મતદાન મથક ઉપર ચૂંટણી સાહિત્ય સાથે પહોંચ્યા હતા.

જ્યાં મોડી રાત્રે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સાથેનો સ્ટાફ ખસેડે તે પહેલા ઘટના સ્થળે તેમનું દુઃખદ અવસાન થયું હતું ઘટનાના પગલે શામળાજી પોલીસને અને ચૂંટણી અધિકારીને જાણ કરાતા મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ દોડી ગઇ હતી. શામળાજી પોલીસે શિક્ષકના મોતના પગલે પોસ્ટમોર્ટમ કરી કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાસ્થળે દોડી ગયેલા ચૂંટણી અધિકારીઓએ વહેલી સવારે રાબેતા મુજબ મતદાન મથક ઉપર મતદાન શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...