તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધન:મોડાસા યાર્ડમાં ચેરમેનની ઓફિસે બેસવા આવેલા પૂર્વ કર્મચારીનું મોત

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આધેડનું અચાનક મોત થતાં પોલીસને જાણ કરાઇ

મોડાસા યાર્ડમાં ગુરૂવારે મોડી સાંજે ચેરમેનની ઓફિસમાં બેસવા આવેલા પૂર્વ કર્મીનું અચાનક મોત થતાં ચકચાર મચી હતી. આ અંગે ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી. મોડાસા યાર્ડના પૂર્વ કર્મી દિલુસિંહ વક્તુસિંહ ચૌહાણ (59) રહે. મોટી ચિચનો. તા. મોડાસાવાળા ગુરુવારે મોડાસા માર્કેટયાર્ડમાં ગયા હતા.

જ્યાં રાત્રીનાં 9 વાગ્યાની આસપાસ ચેરમેનની ઓફિસમાં બેસવા માટે આવતાં આધેડનું અચાનક મોત થતા ટાઉન પોલીસને જાણ કરાતાં પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ અંગે કિસ્મતસિંહ દિલુસિંહ ચૌહાણે ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...