તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી:વરસાદ ખેંચાતાં અરવલ્લી જિલ્લામાં 90500 હેક્ટરમાં પાકો ઉપર ખતરો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં જમીનમાં 98288 હેક્ટરમાં વાવણી થયાનું નોંધાયું

અરવલ્લીમાં ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ અત્યાર સુધીમાં મગફળી કપાસ સોયાબીન અડદ મકાઈ ઘાસચારો અને કઠોળ તેમજ શાકભાજી સહિત 98288 હેક્ટરમાં પાકોની વાવણી કરી છે. પરંતુ છેલ્લા દસ દિવસ થી વરસાદે હાથતાળી આપતા જિલ્લામાં ખેડૂતોએ વાવણી કરેલ મગફળી, સોયાબીન, કપાસ અને મકાઇ, મગફળી અને અડદ કઠોળ શાકભાજી અને ઘાસચારા સહિતના 90536 હેક્ટરમાં પાકો ઉપર વરસાદ વગર ખતરો મંડાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

જિલ્લામાં સૌથી વધુ મગફળીની 43786 હેક્ટરમાં વાવણી થઇ હોવાનું નોંધાયું છે. ખેડૂતો મગફળી સહિત અન્ય ચોમાસુ પાકોની વાવણી કર્યા બાદ છેલ્લા કેટલાય સમયથી મેઘરાજાની પધરામણી ની રાહ જોઈ રહ્યા છે. ગાબટના કડવા પાટીદાર સમાજના અગ્રણી ખેડૂત અરવિંદભાઈ શામળભાઇ પટેલે જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી વરસાદ હાથતાળી આપતા બિન પિયત વિસ્તારમાં કરાયેલા મગફળીનો પાક નષ્ટ થવા લાગ્યો છે.

જિલ્લામાં વાવેતર
મગફળી43786
સોયાબીન21005
કપાસ9306
અળદ1996
મકાઈ14443
(આંકડા હેક્ટરમાં)
અન્ય સમાચારો પણ છે...